મોરબી : મોઢ વણિક મહિલા મંડળ દ્વારા પિકનિક યોજાઈ

- text


મોરબી : મોરબીના મોઢ વણિક મહિલા મંડળ દ્વારા તારીખ ૧૬ને રવિવારે ધરતી ધન રિસોર્ટમાં સભ્ય બહેનો પાસેથી ટોકન ફી લઇ આ પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓને પિકનિકમાં લઇ જવામાં આવ્યા હતા.

મોરબીના મોઢ વણિક મહિલા મંડળ દ્વારા ધોરણ ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓને પિકનિકમાં ધરતી ધન રિસોર્ટ ખાતે લઇ જવામાં આવ્યા હતા. પિકનિકના સ્થળ પર પહોંચ્યા બાદ દરેકને ખારી શીંગ અને વેફર ના પેકેટ મહિલા મંડળ તરફથી આપવામાં આવેલ તથા ક્ષમાબેન ગાંધી તરફથી ચોકલેટ તથા સ્વ. મંદાબેન મહેતા હસ્તે શિરીષભાઈ તરફથી કોલ્ડડ્રિંકસ આપવામાં આવ્યું હતું. પિકનિકના સ્થળ પર હાઉસીની ગેમ રમાડવામાં આવી જેમાં વિજેતા દરેકને મહિલા મંડળ તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. એક લકી નંબરને અલકાબેન મણિયાર તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.

- text

આ પિકનિકમાં તમામ બહેનો અને બાળકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા અને પિકનિકની ભરપૂર મજા માણીને ભાવ વિભોર બની ગયા હતા અને આયોજકો નો આવા સુંદર આયોજન માટે આભાર માન્યો હતો. રાત્રે ૮:૩૦ વાગે ડિનર લઈ પરત આવ્યા હતા. આ પિકનિકને સફળ બનાવવા માટે પ્રમુખ ક્ષમાબેન ગાંધી, ઉપપ્રમુખ અલકાબેન મણિયાર અને ખજાનચી મેઘનાબેન, સહમંત્રી ખુશ્બુબેન કોઠારીએ જહેમત ઉઠાવી હતી એવું મંત્રી આરતીબેન દોશીએ જણાવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

 

- text