મોરબીમાં પીપળીયા ચાર રસ્તા પાસે આવેલા આઈટીઆઈમા પ્રવેશ પ્રક્રિયા શરૂ

- text


મોરબી : આજે જ્યારે શિક્ષિત બેરોજગારી વધી છે. આથી વિપરીત ITI કરનારની ઔદ્યોગીક એકમોમાં માંગ વધી છે. મોરબીથી ફકત 20 કિલોમીટરના અંતરે ITI પીપળીયા ચાર રસ્તા ખાતે ચાલતા રોજગારલક્ષી કોર્સ જેવા કે ફિટર, વાયરમેન, કોમ્પ્યુટર(COPA)માં ધોરણ 10 પાસની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટ 2019 થી ભરવાપાત્ર બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.

- text

આ સંસ્થામાં વિદ્યાર્થીઓને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે. તદુપરાંત સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર શિષ્યવૃત્તિ તથા ટેબલેટ અને સાયકલ પણ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. આ સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે તથા ઓનલાઇન ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ સાથે સંસ્થા ખાતે 10 થી 5 સુધીમાં સંપર્ક સાધવાનો રહેશે. વધુ માહિતી તથા પ્રવેશ ફોર્મ ભરવા માટે એસ.જે. ઘોડાસરા (9773098515) અને ડી.વાય. કંઝારિયા(7990184869)નો સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text