મોરબીમાં શ્વાનોનો આતંક યથાવત : બે નાગરિકોને કરડતા એક લોહી લુહાણ

- text


મોરબી : સૌરાષ્ટ્રના મોટા ભાગના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આ વર્ષની ગરમીમાં શ્વાનોનો આતંક ચરમસીમા પર છે. સરકારી હોસ્પિટલોમાં રોજ બરોજ હડકવા વિરોધી રસી મુકાવવાના કેસો વધ્યા છે. ત્યારે મોરબી શહેરમાં પણ શેરીમાં રખડતા કુતરાઓના કરડવાના બનાવો વધ્યા છે.

આવા જ એક બનાવમાં છાત્રાલય રોડ સ્થિત રાધે ક્રિષ્ના સ્કૂલ પાસે શેરીમાં રખડતા કૂતરાએ બે નાગરિકોને બચકા ભર્યા છે. એક નાગરિકને કૂતરું કરડવા લાગતા બીજા જાગૃત નાગરિકે કુતરાથી બચાવવા પ્રયત્ન કરતા બચાવવા જનાર નાગરિકને કૂતરાએ લોહી લુહાણ કરી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. સ્થાનિકોની ફરિયાદ છે કે આ વિસ્તારમાં શેરીમાં રખડતા કુતરાઓનો અસહ્ય ત્રાસ છે. પગપાળા ચાલીને કે ટુ વ્હીલર પર નીકળવું મુશ્કેલ બની ગયુ છે. તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં આ અંગે યોગ્ય પગલાં ભરવામાં ન આવતા સ્થાનિકોમાં ભયની સાથે રોષનો માહોલ છે.આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text