મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના શીખરબદ્ધ મંદિરના શિલાન્યાસ સમારોહનો પ્રારંભ

- text


મહંત સ્વામી અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાની પ્રેરક હાજરીના વિવિધ કાર્યક્રમોનો શુભારંભ થયો

મોરબી : મોરબીના બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના શીખરબદ્ધ મંદિરના શિલાન્યાસ મહોત્સવનો આજથી ભવ્ય રીતે શુભારંભ થયો હતો જેમાં મહંત સ્વામી તથા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા સહિતના દિગગજ મહાનુભવોની પ્રેરક હાજરીમાં આ શિલાન્યાસ સમારોહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી.

- text

મોરબીના સામાકાંઠે આવેલ ઝૂલતાપૂલ નીચેના બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના શીખરબદ્ધ મંદિરના શિલાન્યાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા.12 જુનથી 17 જૂન સુધી આ શિલાન્યાસ સમારોહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.ત્યારે આજે આ શીખરબદ્ધ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમનો ભવ્ય રીતે શુભારંભ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ શિલાન્યાસ મહોત્સવમાં હાજરી આપવા માટે ખાસ મહંત સ્વામી અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા આજે મોરબી આવી પહોંચ્યા બાદ કાર્યક્રમ સ્થળે હાજરી આપી છે.આ ઉપરાંત સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા,માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, કલેકટર માકડીયા, સીરામીક એસોસિએશનના પ્રમુખો નિલેશભાઈ જેતપરિયા, સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.જોકે શિલાન્યાસ સમારોહ સંદર્ભે હવન વિધિનો હરિભક્તો લાભ લઇ રહ્યા છે.આ શિલાન્યાસ મહોત્સવમાં ડી.વાય.એસ.પી.સહિતનો પોલીસ સ્ટાફ સુરક્ષા બંદોબસ્ત માટે તૈનાત થયો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text