મોરબી : રાયના દાણાથી મોહન કુંડારિયાનું સ્મૃતિ ચિત્ર બનાવીને તેમને ભેટ આપતો પ્રજાપતિ યુવાન

- text


મોરબી : મોરબીના મકનસર ગામે રહેતા પ્રજાપતિ યુવાને સોપારી જેવડી નાની વસ્તુ પર સુંદર નકશીકામ કરીને વિવિધ પ્રકારની કલાકૃતિઓ બનાવી ટોચના કલાકાર હોવાની સિદ્ધિ મેળવી છે ત્યારે આ યુવાને પોતાની કલાથી રાયના દાણામાંથી સાંસદ મોહનભાઇ કુંડારીયાનું સ્મૃતિ રૂપ ચિત્ર બનાવીને તેમને અર્પણ કર્યું હતું.

મોરબીના મકનસર ગામે રહેતા કમલેશભાઈ પ્રજાપતિ નામના યુવાનને કળાની જાણે કુદરતી બક્ષિસ મળી હોય તેમ યુવાન વયની ઉંમરે જ ક્લા ક્ષેત્રે જોરદાર સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રજાપતી યુવાને સોપારી જેવડી માત્ર નાની વસ્તુઓ પર સુંદર નકશીકામ કરીને ગણેશજીની મૂર્તિ સહિત અનેક બેનમૂન કલાકૃતિઓ બનાવે છે એટલું જ નહીં વડાપ્રધાન મોદી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ સુંદર કલાકૃતિ તેણે બનાવી છે.ત્યારે તાજેતરમાં રાજકોટ લોકસભા બેઠક પર જંગી લીડથી બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયેલા લોકપિય મોહનભાઇ કુંડારિયાનું આ યુવાને સ્મૃતિચિત્ર બનાવ્યું હતું.જેમાં તેમણે રસોઈના વપરાતા રાયના દાણાથી મોહનભાઇનું આબેહૂબ ચિત્ર તૈયાર કર્યું હતું. ગઈકાલે કમલેશભાઈ પ્રજાપતિએ મોહનભાઇ કુંડારિયાના અભિવાદન સમારોહમાં હાજરી આપીને આ સ્મૃતિ ચિત્ર ભેટરૂપે અર્પણ કર્યું હતું.

- text

- text