મોરબી : મહેશ હોટલ પાછળની શેરીમાં ભૂગર્ભ ગટર વારંવાર ઉભરાતા ગંદકીએ માજા મૂકી

- text


 

અનેકવાર રજુઆત કરવા છતાં નિભર તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં રોષ

મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલી મહેશ હોટલ પાછળની શેરીમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે.સતત ભૂગર્ભ ઉભરાતી હોવાને કારણે ગંદકીએ માજા મૂકી છે.બેસુમાર ગંદકી ફેલાતી હોવાથી સ્થાનિકો પર રોગચાળાનો ભય ઝળુંબી રહ્યો છે.જોકે વારંવાર રજુઆત કરવા છતાં પણ નિભર તંત્રના પેટનું પાણી ન હલતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. મોરબીના શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ પાછળની શેરીમાં છેલ્લા ત્રણ માસથી ભુર્ગભ ગટર છલકાઈ રહી છે.આ અંગે સ્થાનિકોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે અહીંયા કોમર્શિયલ વિસ્તાર છે.અનેક ચીજવસ્તુઓની દુકાનો અને શાળા કોલેજો આવી છે જોકે સ્થાનિક બેથી ત્રણ દુકાનદારોની હરક્તથી આ આખો વિસ્તાર ગટરની ગંદકીથી પ્રભાવિત થયો છે એ દુકાનદારો પોતાની દુકાનોની નકામી ચીકાશવાળી વસ્તુઓ રોડ ઉપર ઢોળીને ત્યાંની ભૂગર્ભ ગટરમાં નિકાલ કરે છે.જેના કારણે રોડ આખો ચીકાશવાળો થઈ જાય છે અને ભૂગર્ભ પણ ઉભરાતી હોવાથી આખો વિસ્તાર ગંદકીથી માજા મૂકી રહ્યો છે.આ ગટરના દૂષિત પાણી આજુબાજુની સ્કૂલ સુધી પહોંચતા બાળકોના આરોગ્ય પર જોખમ ઉભું થયું છે.જોકે આ ગટરની ગંદકીનો પ્રશ્ન હલ કરવા માટે અનેક વખત રજુઆત કરવા છતાં પણ તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી.બીજી તરફ આ વિસ્તારમાં ગટરની ગંદકી વધુ ફેલાતી હોવાથી સ્થાનીકોએ ફરીએક વાર આ પ્રશ્નનું નિરાકરણ લાવવા તંત્ર સમક્ષ માંગ કરી છે.

- text