મોરબી : રોયલ રઘુવંશી ગ્રુપ દ્વારા રઘુવંશી યુવા સંમેલન-2019 નું આયોજન

- text


મોરબી : રોયલ રઘુવંશી ગ્રુપ દ્વારા મોરબી રઘુવંશી સમાજમાં વૈચારિક પરિવર્તન અને જ્ઞાતિમાં એકતાની ભાવના મજબૂત બને તેવા હેતુથી રઘુવંશી યુવા સંમેનલ-2019નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી રઘુવંશી સમાજના પ્રખ્યાત વક્તાઓ હાજર રહી જ્ઞાતિના વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ રઘુવંશી પરિવારોને ઉપયોગી માર્ગદર્શન આપશે.

આ ગ્રુપ લોહાણા સમાજના શિક્ષીત યુવાનો દ્વારા બનેલ ગ્રૂપ છે. જેમાં સવારના સેશન માં વૈશાલી પારેખ(ઠક્કર) જેઓ યુવાનોને કારકિર્દીને લગતું માર્ગદર્શન આપશે. ત્યારબાદ પ્રો. લલિત ચંદે (પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર અને વક્તા) મોટિવેશનલ વિષય પર યુવાનોને વક્તવ્ય આપશે. ત્યારબાદ સાંજના સેશનમાં પ્રખ્યાત લેખક, વક્તા તેમજ પત્રકાર કૃષ્ણકાંત ઉનડક્ટ અને જ્યોતિબેન ઉનડકટ જિંદગી, સબંધો, સફળતા, પ્રેમ, સંવેદના જેવા વિષયો પર સંવાદ કરશે. આ વક્તવ્યો સાથે રઘુવંશી સમાજના યુવાનોએ વિવિધ ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર 15 યુવાન પ્રતિભાઓને રઘુવંશી યુવારત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે સમગ્ર રઘુવંશી સમાજને રોયલ રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text