જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતો મોરબીનો યુવાન

- text


મોરબી : આજના યુવાનો પોતાના વ્યક્તિગત ઉત્સવ એવા જન્મદિવસની ખાસ ઢબે ઉજવણી કરતા હોય છે. મિત્રો માટે પાર્ટી, કેક કાપવી, લોન્ગ ડ્રાઇવ પર જઈ હાઇવે હોટલ કે ઢાબામાં ડિનરનું આયોજન કરીને જન્મદિવસની ઉજવણી યાદગાર બનાવવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે મોરબીના એક યુવકે પોતાનો જન્મદિવસ જરા હટકે ઉજવ્યો છે.

મોરબીના યુવાન કિરીટભાઈ સવજીભાઈ અઘારાએ પોતાના જન્મદિવસે મોરબી વૃધ્ધશ્રમના વડીલો , બાળવિકાસ વિદ્યાલયની બાળાઓ અને લક્ષ્મીનગર ખાતે આવેલ પ્રજ્ઞાચક્ષુઓની સંસ્થાના 130 વ્યક્તિઓને સાથે રાખી લજાઈ પાસે આવેલ ધરતીધન હોટલમાં કેક કાપી સર્વેને ભોજન જમાડી અનોખી ઉજવણી કરી હતી.

આમતો જન્મદિવસમાં મોટાભાગના લોકો પાર્ટી માનવતા હોય છે અને આડેધડ પૈસાનો ખોટો વેડફાટ કરતા હોય છે પણ જરૂરિયાતમંદ લોકોની કાળજી લઈ તેઓની સેવા કરી જન્મદિવસની ઉજવણી કરવી જોઈએ એવો સંદેશ આ યુવાને સર્વેને આપ્યો છે. સાચી ઉજવણી એ જ છે જે સ્વની સાથો સાથ અન્યોને પણ આનંદ આપે.

- text

- text