કોપીરાઈટ એકટ હેઠળ હળવદમાં ટી.સિરીઝની ફરિયાદને આધારે એક દુકાન પર દરોડો

- text


હળવદ : હળવદમાં મોબાઈલ દુકાન ધારકો ટી-સીરીઝ કંપનીના જુદા જુદા ગીતોને ડાઉન લોડ કરીને ટી-સીરીઝ કંપનીના ગીતોને કોપી કરતા હોવાની જાણ ટી-સીરીઝ કંપનીને થતા હળવદ પોલીસને સાથે રાખીને સરા રોડ પર એક વિડીયો એડિટિંગની દુકાનમાં દરોડો પાડી રૂ. ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે આ ગુન્હામાં ૧ શખ્સની અટકાયત કરી હતી.

- text

ટી-સીરીઝ કંપનીના સુરેન્દ્રનગરના કર્મચારીઓ અને હેડ ઓફીસના અધિકારીઓને બાતમી મળી હતી કે ટી-સીરીઝ કંપનીના ગીતોને ડાઉનલોડ કરીને મોબાઈલના વેપારીઓ તેમજ લગ્ન પ્રસંગની કેસેટો બનાવનારાઓ એ કેસેટોમાં ટી-સીરીઝના ગીતો નાખી ગીતની કોપી કરી રહ્યા છે. આથી હળવદ પોલીસને સાથે રાખીને હળવદના સરા રોડ પર વિડીયો એડિટિંગની શોપ ધરાવતા આશાપુરા સ્ટુડિયો પર દરોડા પાડતા સુરેશભાઈ હરજીભાઈ તારબુંદિયા ટી-સીરીઝ કંપનીના ગીતોની કોપી કરતા માલુમ પડેલ. આથી ટી-સીરીઝ કંપનીના કર્મચારી જયવિરસિંહ સોલંકી અને હળવદ પોલીસ મથકના કે.એન. બાવળિયાએ ૧ સીપીયુ, 3 નંગ ઇન્ટરનેટ, 2 નંગ હાર્ડડીસ્ક સહિત રૂ.30 હજારનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને ઝડપી પાડીને હળવદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text