મોરબી : કોમનમેન ફાઉન્ડેશન દ્વારા આદર્શ માતા કસોટી 2019નું આયોજન

- text


આયોજન અંતર્ગત તારીખ 9/6/2019ને રવિવારના રોજ સાંજે 5:00 વાગ્યે મિટિંગનું આયોજન

મોરબી : વર્ષ 2016માં મોરબીમાં આદર્શ માતા કસોટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક હજાર એકસો મહિલાઓએ કસોટી આપેલ હતી. પ્રથમ 11 નંબર પ્રાપ્ત કરનાર અને પ્રથમ 100માં સ્થાન પ્રાપ્ત કરનાર આદર્શ માતાઓને ઇનામો આપી સન્માનિત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. એવી જ રીતે આ વખતે વર્ષે 2019માં સમગ્ર મોરબી જિલ્લા માટે આદર્શ માતા કસોટીનું કોમનમેન ફાઉન્ડેશન – મોરબી દ્વારા આયોજન થઈ રહ્યું છે. જેમાં મોરબી જિલ્લાની કોઈ પણ મહિલા કે જેમને ઓછામાં ઓછું એક સંતાન અને વધુમાં વધુ ત્રણ સંતાન હોય અને એક સંતાન સાત વર્ષથી નાનું હોય એવી મહિલાઓ ભાગ લઈ શકશે. જોકે વર્ષ 2016માં જેને 1 થી 11 નંબર પ્રાપ્ત થયો હતો એ માતાઓ આ વરસે ભાગ લઈ શકશે નહીં. અલબત્ત ગત કાર્યક્રમના અનુભવને આધારે એ બહેનો સ્વયંસેવક તરીકે ચોક્કસ સેવા આપી શકશે. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર, ડોકટર, નર્સ, આશા વર્કર, બાળ રોગ નિષ્ણાંતની પત્ની વગેરે આ કાર્યક્રમમાં ભાગ નહિ લઈ શકે.

- text

સવાલ એ થાય કે આદર્શ માતા કસોટી શા માટે? આયોજનનું સ્વરૂપ કેવું હશે? આદર્શ માતા કસોટીનો સિલેબસ શું હશે? ભાગ લેવા માટે શું કરવું? ફોર્મ ક્યાં ભરવું?કસોટી ક્યારે હશે? આવા તમામ પ્રશ્નોના જવાબ માટેની,આયોજનના સમજ માટેની, આયોજનની જાણ માટેની એક મીટીંગનું આયોજન
શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્કાર ધામ સંચાલિત: સંસ્કાર ઇમેજિંગ સેન્ટર,જી.આઈ.ડી.સી. નવા બસ સ્ટેન્ડની બાજુમાં,શનાળા રોડ, મોરબી ખાતે તા.9/6/2019ને રવિવારના રોજ સાંજે 5:00 વાગ્યે કરવામાં આવ્યું છે. જેમાં આદર્શ માતા કસોટીમાં સ્વંયસેવક તરીકે સેવા આપવા માંગતા ભાઈઓ બહેનોને હાજર રહેવાનું ભાવભર્યું તથા આગ્રહભર્યું આમંત્રણ આયોજકોએ પાઠવ્યું છે.

- text