મોરબીના લાલપર નજીક રિક્ષાને અકસ્માત નડ્યો : ત્રણને ઇજા

- text


મોરબી : મોરબીના લાલપર નજીક આજે રિક્ષાને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં ત્રણ મુસાફરોને ઇજાઓ પહોંચી છે. જેમાં એક મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લાલપર ગામ નજીક ઓમકાર પેટ્રોલ પંપ પાસે રીક્ષાને અજાણ્યા વાહને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમાંથી ૫૦ વર્ષની એક મહિલાની હાલત ગંભીર ગંભીર જણાતા તેમને રાજકોટની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

- text


- text