મોરબીમાં એકટીવા સ્લીપ થતા દંપતિ અને બાળકોને ઇજા

- text


 

નવું એકટીવા લઈને નાનાભેલા ગામે માતાજીના દર્શન કરવા જતી વખતે અકસ્માત નડ્યો

મોરબી : મોરબીના નવલખી રોડ પર આજે એકટીવા સ્લીપ થતા એકટીવા સવાર દંપતિ અને તેના બાળકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. નવું એકટીવા લઈને નાનભેલા ગામે માતાજીના દર્શન કરવા જતી વખતે અકસ્માત સર્જાયો હતો.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ પર લૂંટાવદર ગામ નજીક આજે પસાર થઈ રહેલું એક નવું નકોર એકટીવા સ્લીપ થઈ ગયું હતું.જેમાં એકટીવા પર સવાર દંપતિ અને તેને બાળકોને ઇજા થઇ હતી.આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકોએ દોડી જઈને ઇજગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા છે.આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ઇજગ્રસ્ત પરિવાર રાજકોટનો હોવાનું અને નવું એકટીવા લીધું હોવાથી આજે એકટીવા લઈને નાનાભેલા ગામે દર્શન કરવા જતો હતો.તે વખતે અકસ્માત સર્જાયો હતો.જેમાં ઇજગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

- text