વાંકાનેરમાં બજારમાં જવાનું કહીને યુવતી લાપતા

- text


વાંકાનેર : વાંકાનેરના આંબેડકરનગરમાં રહેતી યુવતી બજારમાં જવાનું કહીને લાપતા બની ગઈ હતી.આ બનાવની વાંકાનેર પોલિસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના આંબેડકરનગર રોયલ પાર્કમાં રહેતી ગીતાબેન ભવાનભાઇ સોલંકી નામની યુવતી ગતતા.22ના રોજ પોતાના ઘરેથી બજારમાં જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હતી.તેના પરિવારજનોએ સગા સંબંધીઓમાં પુત્રીની શોધખોળ કરી હતી.પરંતુ આજદિન સુધી તેણીનો પતો ન લાગતા આજે યુવતીના પિતા ભવાનભાઈ રૂપાભાઈ સોલંકીએ વાંકાનેર પોલીસમાં ગુમસુદા નોધાવી હતી.જેના આધારે વાંકાનેર પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરી છે.

- text