હળવદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં નોટામાં 3658 મતો પડ્યા

- text


વિધાનસભા અને લોકસભાની એકસાથે ચૂંટણી હોવાથી ભાજપની જીતમાં મોદી મેજીક ફેક્ટર કામ કરી ગયું

હળવદ : હળવદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરસોતમ સાબરીયાની ભવ્ય જીત થઈ હતી. આ ચૂંટણીમાં નોટામાં 3658 મતો પડ્યા હતા.આ બેઠક પર ભાજપની જીત પાછળ મોદી મેજીક ફેક્ટરે અસકરકાર ભૂમિકા ભજવી હોવાનું રાજકીય પંડિતો તારણ દર્શાવી રહ્યા છે.કોંગ્રેસ સાથે છેડો ફાડીને કેસરિયો ધારણ કરનાર સાબરીયાની જીત અંગે અનેક ચર્ચાઓ ઉઠી હતી.પરંતુ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે હોવાથી આ બેઠક મોદી મેજિકને કારણે ભાજપના ફાળે ગઈ હોવાનું અનુમાન છે.

- text

હળવદમાં અગાઉ પરસોત્તમ સાબરીયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતા ગત તા.23 એપ્રિલના રોજ લોકસભાની સાથે હળવદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી.આ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ગઈકાલે જાહેર થયેલા પરિણામમાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે જોડાયેલા ભાજપના ઉમેદવાર પરસોતમ સાબરીયાની 99252 મતથી જીત થઈ હતી.જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઇ પટેલની 64972 મતોથી હાર થઈ હતી. આ બેઠક પર નોટામાં 3648 મતો પડ્યા હતા.કુલ 2, 58,923 મતદારોમાંથી 1,72,455 મતદારોએ મતદાન કર્યું હતું.જ્યારે 133 મત રદ થયા હતા.જોકે આ બેઠક પર ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ હતી અને કોંગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ થોડા સમય અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને આ બેઠકની પેટા ચૂંટણીમાં તેઓ ભાજપ તરફથી લડ્યા હતા.ત્યારે તેમની જીત અંગે રાજકીય પંડિતોના અનુમાન મુજબ પરસોતમ સાબરીયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા તેમની જીત અંગે જાતજાતની ચર્ચાઓ ઉભી થઇ હતી.પરંતુ લોકસભાની ચૂંટણીમાં જેમ સમગ્ર દેશમાં મોદીની સુનામીનું મોજું આવ્યું તે રીતે હળવદમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મોદી મેજીક કામ કરી જતા આ બેઠક પર ભાજપની જીત થઈ હોવાનું તારણ રાજકીય વિશ્લેષકો દર્શાવી રહ્યા છે.

- text