મોરબીમાં સબજેલના રોઝેદાર કેદીઓ માટે ઇફતારી પાર્ટી યોજાઈ

- text


નિલોફર ફાઉન્ડેશન અને રામ રહીમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રેરણાદાયી આયોજન : 30 કેદીઓને ફ્ળફ્રુટ, ઠંડપીણાં, લચ્છી મીઠાઈ તથા ભોજન કરાવીને રોઝા ખોલાવ્યા

મોરબી : મોરબીના સબજેલમાં રમજાન માસ દરમ્યાન રોઝા રાખીને અલ્લાહની બંદગી કરતા 30 કેદીઓ માટે ઇફતારી અને શહેરી પાર્ટી યોજાઈ હતી. નિલોફર ફાઉન્ડેશન ટ્રસ્ટ અને રામ રહીમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. અને રોઝા રાખતા 30 જેટલા કેદીઓને ફ્ળફ્રુટ, ઠંડાપીણાં, લચ્છી ,મીઠાઈ અને ભોજન કરાવીને રોઝા ખોલાવ્યા હતા.

- text

મોરબીની સબજેલના 30 જેટલા કેદીઓ પવિત્ર રમજાન માસમાં રોઝા રાખીને દરરોજ નમાઝ અદા કરીને અલ્લાહની બંદગી કરી રહ્યા છે.ત્યારે જેલમાં રોઝા રાખતા આ કેદીઓને રોઝા ખોલવવા માટે મદદરૂપ થવા માટે નિલોફર ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ અનવરભાઈ સુમરાએ જેલર પી.કે ગઢવી સમક્ષ અરજ કરી હતી.આથી તેમણે આ માટે તૈયારી દર્શાવતા નિલોફર ફાઉન્ડેશન ટ્રસ્ટ અને રામ રહીમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સબજેલમાં કેદીઓના રોઝા ખોલવા માટે ઇફતારી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેલમાં કેદીઓ રોઝા ખોલી શકે તે માટે ફળફ્રૂટ, લચ્છી, ઠંડાપીણાં, દહીં દૂધ, જમવા સહિતની વ્યવસ્થા કરી હતી તેમજ કેદીઓને ઇદ માટે નવા કપડાં આપ્યા હતા. ઉપરાંત નિરાધાર વિધવા બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.સબજેલમાં યોજાયેલી આ ઇફતારી પાર્ટીમાં રામ રહીમ ટ્રસ્ટના હુસેનભાઈ ભટ્ટી, કૌશલભાઈ મહેતા, ગિરીશભાઈ કોટેચા, મનુભાઈ ભરવાડ, સહિતના સભ્યો અને મુસ્લિમ સમાજના અગ્રણી રફીકભાઈ લોખડવાલા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા નિલોફર ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ અનવરભાઈ સુમરા, મોસીનભાઈ સુમરા, તોફિકભાઈ સુમરા, ગુલામભાઈ મામદભાઈ સુમરા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

- text