વાસણા સ્વામિનારાયણ મંદિર દ્વારા મોરબીમાં વચનામૃત કથાનું ભવ્ય આયોજન

- text


મોરબી : SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા દ્વારા મોરબી ખાતે સૌપ્રથમ વચનામૃત કથાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

રત્નકલા એક્ષ્પોર્ટ ગ્રાઉન્ડ (ગાંધીનો વંડો)માં તા. ૨૫ થી ૨૭, મે ૨૦૧૯, રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ દરમ્યાન વચનામૃત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં પ્રથમ દિવસે રાત્રે ૮:૩૦ વાગ્યે ઉમિયા સર્કલ, શનાળા રોડથી સભામંડપ સુધી વચનામૃત પોથીયાત્રા નીકળશે. વચનામૃત કથાના પ્રારંભમાં દરરોજ પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજ અને દિવ્ય સત્પુરુષ પ.પૂ.સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી (પ.પૂ. સ્વામીશ્રી)નુ સામૈયું થશે અને આ વચનામૃત કથામાં દરરોજ આશરે ૧૦,૦૦૦ ભક્તો લાભ લેશે. દરેક ભક્તોને આરામદાયક બેઠક માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કથાનો મોરબીની જાહેર જનતાને લાભ લેવા માટે SMVS સંસ્થાએ ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

- text

- text