મોરબીના આરોગ્ય કર્મીએ કબૂતરને બચાવ્યું

- text


મોરબી : નોકરીનું દિવસ દરમ્યાનનું કાર્ય પતાવીને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લાલપરથી ઘર તરફ રવાના થઈ રહેલા દિલીપ દલસાણીયાને એક પક્ષી તડફડતું એકટીવાની બાજુમાં પડેલું નજરે ચડ્યું. એક્ટિવા ચાલકે જોયું તો ખુબજ ગંભીર રીતે તેની એક પાંખ ઘાયલ થઈ હતી એટલે ઉડી પણ શકે તેમ નહતું. એક્ટિવા ચાલકે ઘણી મહેનત બાદ પક્ષીને હાથમાં પકડાયું. પક્ષી એટલું ઘવાયેલ હતું કે તેના હાથ પણ લોહી વાળા થઈ ગયા. ત્યારે ૧૯૬૨ (કરુણા એનિમલ અમ્બ્યુલન્સ)નો નંબર એક મિત્ર પાસેથી મેળવી એના પર કોલ કર્યો. ફોન કર્યો ત્યારે એમને જાણવા મળ્યું કે એમના ઘરની બાજુમા જ એનિમલ હેલ્પ લાઈનનું દવાખાનું છે પણ એ લોકોને આવતા સમય લાગશે એવું જાણ્યા પછી એક્ટિવા ચાલકે એક બોક્ષમાં પક્ષીને મૂકીને તેઓ જાતે જ પક્ષીને દવાખાને લઈ ગયા. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ વાળા લોકો પાસે તેને પહોંચાડ્યું તેઓએ તેની સારવાર કરી. બાદ તેઓએ જણાવ્યું કે આ પક્ષીને સાચવવાની એમની પાસે કોઈ સુવિધા નથી. આથી મોરબી અપડેટના એમના પત્રકાર મિત્ર જયેશ બોખાણી પાસેથી મોરબીમાં ખુબજ સારી રીતે અબોલ જીવની સેવા કરતી સંસ્થા યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્રના દિપભાઈ મેરજાનો નંબર મેળવી તરત જ ફોન કરીને દીપભાઈને તે પક્ષી વિશે માહિતી આપી તેઓએ તે પક્ષીને સાચવવા તત્પરતા દાખવી અને એક્ટિવા ચાલકને નિશ્ચિંત થઈ જવા કહ્યું અને તેમના મિત્રને સામે ચાલીને આ અબોલ પક્ષીને લેવા મોકલ્યા. તેમના મિત્રએ તે પક્ષીને તાત્કાલીક હોંશે હોંશે સાંભળી લેતા એક્ટિવા ચાલકે આત્મસંતોષ સાથે રાહતનો શ્વાસ લીધો હતો. અબોલ પશુ પંખીઓની નિઃસ્વાર્થ સેવા કરતું યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્રની નિઃસ્વાર્થ સેવા જોઈને કહી શકાય કે માનવતા હજુ પણ જીવિત છે.

- text

- text