હળવદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર 15470 લીડથી આગળ

- text


હળવદ : દેશભરમાં લોકસભાની ચૂંટણીની સાથોસાથ હળવદ ધાગધ્રાની વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ પણ આજે જાહેર કરવામાં આવી રહ્યું છે.જેમાં હળવદના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ સબરીયા 15470 મતની લીડથી આગળ ચાલી રહ્યા છે..મતગણતરીના કુલ 55 રાઉન્ડમાંથી 27 રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે અને હજુ 28 રાઉન્ડ હજુ બાકી છે.

- text

હળવદ ધ્રાંગધ્રા બેઠક પરના અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ ધરી દેતા આ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી કરવાની ફરજ પડી હતી.આ પેટા ચૂંટણી જંગ ભાજપના ઉમેદવાર તરીકે પરસોતમ સબરીયાને મેદાનમાં ઉતાર્યા હતા.જ્યારે સામાપક્ષે કોંગ્રેસમાંથી ઉમેદવાર દિનેશભાઇ પટેલે હળવદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.ગત.23 એપ્રિલે લોકસભાની સાથે હળવદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી અને આજે આ પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી.આ બેઠકના પરિણામ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં કુલ 55 રાઉન્ડમાંથી 27 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે.ત્યારે ભાજપના ઉમેદવાર પરસોતમ સબરીયા 15470 મતની લીડથી આગળ ચાલી રહ્યા છે.જોકે હજુ મતગણતરીના 28 રાઉન્ડ બાકી છે.

- text