મોરબીમા અલ્ટો કારમાં ૨૦૦ લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ પરથી મોરબી સીટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્કોડના સ્ટાફના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલ તારીખ 22ના રોજ દેશી દારૂના મોટા જથ્થા સાથે અલ્ટો કારમાં જતા એક ઈસમને પકડી પાડ્યો હતો.

- text

મોરબી પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાની સૂચના અનુસાર પોલીસ અધિકારી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના સ્ટાફના માણસો દ્વારા ગઈકાલ તારીખ 22મેને બુધવારે જુના ઘુંટુ રોડ પર પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન સિલ્વર પાર્ક સોસાયટી ખાતેથી મહેશભાઈ બેચરભાઈ સારલા(ઉ.વ. 21, રહે. નળખંભા, સુરેન્દ્રનગર)ને અલ્ટો કાર GJ 03 ER 8374(કિ. રૂપિયા 1,20,000)માં દેશી દારૂ(લી 200, કિ. રૂપિયા 4000), એમ કુલ 1,24,000ના મુદ્દામાલ સાથે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text