સૌર ઊર્જા અંગે જનજાગૃતિ માટે નિઃશુલ્ક સેમિનારનું આયોજન

- text


મોરબી : દિવસે દિવસે ઉર્જાના સ્ત્રોતો ઘટતા જાય છે. વધતું ઔધોગિકરણ અને વધતી વાહનોની સંખ્યાને કારણે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો ખતમ થઈ રહ્યા છે. ત્યારે સરકાર પણ પવનચક્કી તેમજ સૌર ઊર્જા ક્ષેત્રે વિશેષ સંશોધન કરી લોકોને એ તરફ વાળવા પ્રયત્નશીલ છે. ત્યારે મોરબી સ્થિત આત્મ જ્યોત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌર ઊર્જા અંગે જન જાગૃતિ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 16/5/2019ને ગુરુવારે રાત્રે 09:00 કલાકે શ્રી સરસ્વતી શિશુ મંદિર, મારુતિ પરફેક્ટ શોરૂમ પાસે શકત શનાળા મોરબી ખાતે આયોજિત આ સેમિનારમાં આયોજક જયંતીભાઈ રાજકોટિયાએ જાહેર જનતાને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text