મોરબીમાં વિવિધ સંસ્થા દ્વારા એકત્ર કરાયેલું ફંડ શહીદ પરિવારોને હાથોહાથ આપવા યુવાનોની ટીમ રવાના

- text


ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટિકલ મેન્યુ.એસો.દ્વારા રૂ.5.20 લાખ અને નળીયા ઉધોગ દ્વારા રૂ.3 લાખ અને બગથળા ગામ તરફથી રૂ.1.54 લાખનો ફાળો શહીદ પરિવારોને હાથોહાથ મળે તે માટે અજય લોરીયા સહિતના યુવાનોને અર્પણ કરાયો

આજથી આ યુવાનોની ટીમ પાંચ રાજ્યોના પ્રવાસ ખેડીને વિવિધ સંસ્થા દ્વારા એકત્ર કરાયેલું ફંડ શહીદ પરિવારોને હાથોહાથ આપશે

મોરબી : મોરબી ક્લોક એન્ડ ગિફ્ટ મેન્યુ એસોસિએશને પુલવાના શહીદ પરિવારોને મદદરૂપ થવા માટે રૂ.5.20 લાખનો ફાળો એકત્ર કર્યો હતો. આ રીતે મોરબીના ઘડિયાળ ઉધોગ દ્વારા પણ શહીદ પરિવારો માટે રૂ.3 લાખનો ફાળો અને બગથળા ગામ તરફથી રૂ.1.54 લાખનો ફાળો એકત્ર કરાયો હતો એ ફાળો શહીદોને હાથોહાથ પહોંચે તે માટે અજય લોરીયાને અર્પણ કરાયો છે તેથી આ તમામ ફંડ પાંચ રાજ્યોમાં શહીદ પરિવારોને આપવા માટે યુવાનીની ટીમ આજથી પાંચ રાજ્યના પ્રવાસે રવાના થઈ છે .

પુલવામાં આંતકી હુમલામાં શહીદ થયેલા વીર સપૂતોના પરિવારોને મદદરૂપ થવા માટે મોરબીમાંથી અવિરતપણે દાનની સરવાણી વહી રહી છે.ત્યારે પુલવાના શહીદોને મદદરૂપ થવા માટે મોરબીનું ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટિકલ મેન્યુ એસોસિએશન પણ આગળ આવ્યું હતું અને ઘડિયાળ તથા ગિફ્ટ આર્ટિકલના નાના મોટા એકમોએ શહીદ પરિવારો માટે અનુદાનની સરવાણી વહાવી હતી.તેથી મોરબી ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટિકલ મેન્યુ.એસો.તરફથી શહીદ પરિવારો માટે રૂ.5.20 લાખનો ફાળો એકત્ર થયો હતો અને આ અનુદાન શહીદ પરિવારોને હાથોહાથ મળે તે માટે ક્લોક એસોએ રૂ.5.20 લાખનો ફાળો અજય લોરીયાને આપી દીધો હતો.

- text

મોરબીના નળીયા ઉધોગે પણ શહીદ પરીવારો માટે અનુદાનની સરવાણી વહાવી હતી.જેમાં નળીયા ઉધોગના પ્રમુખ રતીભાઈ આદ્રોજા, ભીખાભાઇ આદ્રોજા અને ચંદ્રકાન્તભાઈ આશર સહિતના ઉધોગકારોએ શહીદ પરિવાર માટે રૂ.3 લાખનું અનુદાન એકત્ર કર્યું હતું.આજ રીતે બગથળા ગામે પણ શહીદ પરિવાર માટે ફંડ એકત્ર કરાયું હતું.જેમાં બગથળા સોશ્યલ ગ્રુપના પ્રમુખ દિલીપભાઈ સરડવા, ગીરીશભાઈ ઠોરિયાએ રૂ.97600,નંકલક મંદિર અને સમસ્ત ગામ દ્વાર 18000 અને બગથળા વિનય મંદિર સ્કૂલ દ્વાર રૂ 29 હજાર મળીને કુલ રૂ.1.54 લાખ અંને થાનના વિનુભાઈ પ્રજાપતિ તરફથી રૂ.25 હજારનો ફાળો અજય લોરીયાને આપવામાં આવ્યો હતો

તેથી અજય લોરીયા સહિતના યુવાનોની ટીમ વિવિધ સંસ્થા દ્વારા એકત્ર કરાયેલું આ ફંડ પાંચ રાજ્યોમાં વસતા શહીદ પરિવારોને હાથોહાથ આપવા આજથી રવાના થઈ છે .અને યુવાનોની ટીમ આજથી પાંજબ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, યુપી, મહારાષ્ટ્રનો પ્રવાસ ખેડીને શહીદ પરિવારોને આ ફાળો હાથોહાથ આપશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text