વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ કેળવવા બે દિવસીય સ્ટેમ ફેસ્ટિવલનું વિશિષ્ટ આયોજન

- text


શ્રી એમ.પી.પટેલ બી.એડ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા નિઃશુલ્ક આયોજનમાં સામેલ થવા સાયન્સના વિદ્યાર્થીઓને ખુલ્લું આમંત્રણ

મોરબી : ધોરણ 12 સાયન્સમાં 50 ટકાથી વધુ માર્કે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે બે દિવસીય “સ્ટેમ ફેસ્ટિવ”નું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.

હાલના સમયમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પશ્ચિમનું જગત વિજ્ઞાન થકી જ સમૃદ્ધ બન્યું છે. વિદેશોમાં વિજ્ઞાન ક્ષેત્રે વિવિધ શોધ અને સંશોધનો થઈ રહ્યા છે. પરંપરાગત ઉધોગ ધંધાનું સ્થાન આધુનિક ટેકનોલોજીએ લઈ લીધું છે. ટેક્નોલોજીમાં અગ્રેસર રહેવા નવી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે જરૂરી છે. આ માટેના પ્રયાસના એક ભાગ રૂપે શ્રી એમ.પી.પટેલ બી.એડ એન્ડ સાયન્સ કોલેજ જોધપર (નદી)ના ઉપક્રમે રાફળેશ્વર બાયપાસ રોડ, કુમાર છાત્રાલય કેમ્પસ, જોધપર (નદી) ખાતે બે દિવસીય સ્ટેમ ફેસ્ટિવલનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.

- text

તારીખ 16 અને 17 મેના રોજ સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી ચાલનારા આ નિઃશુલ્ક વિજ્ઞાનલક્ષી સ્ટેમ ફેસ્ટિવલમાં સાયન્સના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ રીતે ડ્રોન તેમજ રોબોટિક મોડેલ સહિતના મોડેલો બનાવવાનું શીખવવામાં આવશે. સાયન્સનું ભવિષ્ય તેમજ સાયન્સનો અભ્યાસ શા માટે જેવા વિષયો અંતર્ગત જાણકારી પુરી પડાશે. ફેસ્ટિવલના અંતે હાજર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે. જોધપર મુકામે સ્થળ પર જવા માટે મોરબીથી બસની વ્યવસ્થા રાખવામાં આવી છે. બન્ને દિવસે બપોરે અલ્પાહરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટે ભલોડિયા સર મો.નં. 7405419522, બાવરવા સર મો.નં. 9586476404 તથા સંઘાણી સર મો.નં. 8000039481 પર તેમજ વધુ માહિતી માટે અશ્વિનભાઈ બરાસરા મો.નં. 9429243189 પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text