મોરબીના રવાપર ગામે પાણી પ્રશ્ને મહિલાઓ કાળઝાળ

- text


છેલ્લા ઘણા સમયથી પાણી ન આવતા પાણીના એક એક બુદ માટે વલખા મારતી મહિલાઓ

મહિલાઓએ પાણી પ્રશ્ન ઉકેલવા રવાપરના સરપંચને આવેદન આપ્યું

પાણી પ્રશ્નનું નિરાકરણ ન આવે તો કલેકટર કચેરીમાં ઉગ્ર દેખાવો કરવાની ચીમકી

મોરબી : મોરબીમાં ઉનાળો મધ્યહાને પહોંચી જતા પાણી પશ્ન વિકટ બની ગયો છે.જેમાં મોરબીના રવાપર ગામે છેલ્લા ઘણા સમયથી પાણી ન આવતા એક એક પાણીના બુદ માટે મહિલાઓ વલખા મારી રહી છે.ત્યારે રવાપર ગામે આવેલા એપાર્ટમેન્ટની મહિલાઓ આજે રવાપર ગ્રામ પંચાયત કચેરીએ દોડી જઈને પાણી પ્રશ્ને ભોગવવી પડતી યાતનાની હૈયાવરાળ ઠાલવી હતી અને સરપંચને આવેદન આપી તેમનો પાણી હલ કરવાની માગણી કરી હતી.તેમ છતાં પણ પાણી પ્રશ્નનું નિરાકરણ ન આવે તો કલેકટર કચેરીએ ઉગ્ર દેખાવો કરવાની ચીમકી આપી છે.

મોરબીથી માત્ર થોડા અંતરે આવેલા રવાપર ગામના એપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા સર્જાય છે.વારંવાર રજુઆત કરવા છતાં પણ આ એપાર્ટમેન્ટના પાણી પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી.તેથી આજે રવાપર ગામની યોગી એપાર્ટમેન્ટની મહિલાઓનું ટોળું રવાપર ગ્રામ પંચાયત કચેરીએ દોડી ગયું હતું.અને પોતાના પાણી પ્રશ્ને રવાપર ગામના સરપંચને આવેદન આપીને રજુઆત કરી હતી કે,તેમના એપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી.જ્યારે તેમની પાછળ આવેલા અન્ય એપાર્ટમેન્ટમાં ધમધોકાર પાણી આવે છે.પરંતુ તેમનું એપાર્ટમેન્ટમાં ઉંચો ઢાળીયો હોવાથી પાણી આવતું નથી.બીજીબાજુ જ્યાં પાણી આવે છે.ત્યાં પાણી ભરાઈ ગયા બાદ પણ ખૂબ જ પાણીનો બગાડ થાય છે.તેથી તેમના વિસ્તારમાં પાણી આવતું જ નથી.આ પાણી પ્રશ્ને અનેક વખત રજુઆત કરી હોવા છતાં ગ્રામ પંચાયતે આ પાણી પ્રશ્ન હલ કરવામાં માટે કોઈ તસ્દી ન લેતા હાલમાં કાળઝાળ ઉનાળામાં મહિલાઓને પાણી માટે ભારે હાડમારી વેઠવી પડે છે.જોકે મહિલાઓને પોતાના ખર્ચે પાણીના ટેન્કર મંગાવવા પડે છે.તેમ છતાં પણ પાણીની પૂરતી જરૂરિયાત સંતોષાતી નથી.તેથી ખોટી રીતે થતો પાણીનો બગાડ અટકાવીને તેમના વિસ્તારમાં પાણી પ્રશ્ન ઉકેલવાની મહિલાઓએ સરપંચ સમક્ષ રજૂઆત કરી હતી.તેમ છતાં આ પાણી પ્રશ્ન ન ઉકેલાઈ તો આગામી દિવસોમાં કલેકટર કચેરીએ ઉગ્ર રજુઆત કરવાની ચીમકી આપી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text