મોરબીના રામદેવનગરમાં સરકારી જમીન પરનું ગેરકાયદે દબાણ હટાવવાની માંગ

- text


સ્થાનિક રહીશોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી સાર્વજનિક હેતુ માટે સરકારી જમીન ખુલ્લી કરવાની માંગ કરી

મોરબી : મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલા રામદેવનગરની સરકારી જમીનમાં કેટલાક ભુમાફિયાઓએ ડોળો જમાવ્યો છે અને આ સરકારી જમીનમાં ગેરકાયદે પેશકદમી કરીને ગેરકાયદે બાંધકામ કર્યું હોવાની સ્થાનિક રહીશોએ જિલ્લા કલેકટરને રજુઆત કરીને સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણ હટાવવાની.માંગ કરી છે.

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલા રામદેવનગરમાં રહેતા રહેવાસીઓએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે, રામદેવનગર અને ઉમિયાનગરને લાગુ પડતી આશરે પાંચથી સાત વિધા જેવી સરકારી પડતર જમીન સાર્વજનિક હેતુ માટે રહેલી છે.સ્થાનિક રહીશો આ સરકારી જમીનનો લગ્ન પ્રસંગ અને સામાજિક પ્રસંગો વાહન પાર્કિગ માટે ઉપયોગ કરે છે.પરંતુ આ સરકારી જમીનને પચાવી પાડવા કેટલાક ભુમાફિયાઓ મેદાને આવ્યા છે અને આશરે વિસ દિવસથી આ સરકારી જમીન પર બહારના ઈસમોએ ફેન્સીગ વાડ કરીને કબ્જો જમાવવાની હિલચાલ કરી છે.સાથેસાથે ગેરકાયદે બાંધકામ પણ કરવામાં આવે છે.આથી આ બાબતે સ્થાનિક પોલીસને અરજી પણ કરવામાં આવી હતી.પરંતુ હજુસુધી કોઈ પગલાં લેવાયા નથી.તેથી તેમણે કલેકટરને રજુઆત કરીને રામદેવનગર, ઉમિયાનગર, શક્તિ સોસાયટી, માળીયા વનાળિયા જેવા પછાત વિસ્તારોના બાળકો માટે સ્કૂલ તથા આંગણવાડી અને ડૉ.આંબેડકર ભવન માટે આ સરકારી જમીન ખુલ્લી કરાવવાની અને જવાબદાર શખસો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text