માળીયાના તરઘરી ગામે ભાવદીપીર કોઠાવાળાના ઉર્ષ મુબારકની કરાશે ઉજવણી

- text


હિન્દૂ-મુસ્લિમ એકતાના પ્રતીક સમાં પાક સ્થળે વિવિધ કાર્યક્રમોમાં કોમી એકતાના દીદાર થશે

માળીયા (મી.) : માળિયા મીયાણાના તરઘરી ગામે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવદીપીર કોઠાવાળા પીરના ઉર્ષ મુબારકની ઉજવણી ૧૫/૫/૨૦૧૯ના બુધવારે કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે તરઘરી ગામમાં માત્ર એક જ મુસ્લિમ પરિવાર રહે છે છતાં ગામમાં આવેલ વર્ષો જૂની દરગાહ શરીફમાં ગામની તમામ જ્ઞાતીના લોકો અપાર શ્રધ્ધા ધરાવે છે. આ વખતે ગામના સરપંચ ભાવેશભાઇ ભીમજીભાઇ સાવરીયા અને દરગાહ શરીફના મુંઝાવર હુશૈનશાહ બચુશાહ સાહમદાર દ્રારા તરઘરી ગામના તમામ જ્ઞાતીના લોકો અને મુસ્લિમ સમાજના બિરાદરોને જાહેર અપીલ કરીને આ ઉર્ષ મુબારકમાં પોતાની યથા શકિત મુજબ ફાળો આપે જેથી ઉર્ષ બાદ દરગાહ શરીફનું સમારકામ કામ હાથ ધરી શકાય. આ ઉર્ષ મુબારકમાં હાજર રહેવા તમામ જ્ઞાતિ-જાતીના લોકોને જાહેર આમંત્રણ પાઠવ્યુ છે. ઉર્ષ મુબારકમાં સાંજે ૩:૩૦ વાગ્યે સંદલ શરીફ, ૪:૩૦ કલાકે વાયઝ શરીફ મૌલાના ગુલામબાપુ તકરીર ફરમાવશે. ત્યાર બાદ સાંજે ૬:૩૦ કલાકે ન્યાઝ (પ્રસાદ) સહિતના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે તેવુ તરઘરી ગામના સરપંચ ભાવેશભાઇ પટેલની એક યાદીમાં જણાવાયુ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text