ટંકારાના હરબટીયાળીમાં લેઉઆ પટેલ સમાજના સમુહલગ્ન સંદર્ભે મહારક્તદાન કેમ્પ યોજાયા

- text


 

વિવિધ સ્થળે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં 876 લોકોએ રક્તદાન કર્યું: દરેક રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ ભેટમાં અપાઈ

મોરબી : શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા અખાત્રીજે ટંકારાના હરબટીયાળી ખાતે એક માંડવે લગ્ન એમ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમૂહલગ્ન અંતર્ગત મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ સ્થળે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 876 જેટલા લોકો રક્તદાન કર્યું હતું.આ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને અર્પણ કરાશે.

- text

મહારક્તદાન કેમ્પમાં જુદી જુદી ચાર બ્લડ બેન્ક , સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેંક તેમના દ્વારા પ્રભુ નગર હાઈસ્કૂલ મિતાણા ખાતેરકત એકત્રિત કરવામાં આવી રહ્યું છે .જેમાં આશરે ૩૦૦ જેવા રક્તદાતાઓ રક્તદાન કરી ચૂક્યા છે તેવી જ રીતે શ્રી હરીપર લેઉવા પટેલ સમાજ વાડી , હરીપર ગામ માં રાજકોટની રેડ ક્રોસ બ્લડ બેન્ક તરફથી રકત એકત્રિત કરવામાં આવી રહ્યું છે જેમાં આશરે ૨૧૨ રક્તદાતા રક્તદાન કરી ચૂક્યા છે. તેમજ ટંકારામાં શ્રી સરદાર પટેલ વિદ્યાલય માં સંસ્કાર બ્લડ બેન્ક મોરબી દ્વારા રક્ત એકત્રિત કરવામાં આવી રહ્યું છે .જેમાં આશરે ૨૦૯ જેટલા રક્તદાતાઓ ઓ રક્ત આપી ચૂક્યા છે.આ ઉપરાંત સાવડી ગામે શ્રી પટેલ સમાજવાડી સાવડી માં ૧૫૫ જેટલા રકતદાતાઓએ રકતદાન કર્યું છે. આ રીતે આ મહારક્તદાન કેમ્પમાં કુલ ૮૭૬ બોટલ રકત એકત્રિત કરવામાં આવ્યું હતું.આ રક્તદાનમાં સમૂહ લગ્નમાં જોડાયેલ ત્રિભોવનભાઈ મૂળજીભાઈએ અને કચ્છથી આવેલા દીપકભાઈ રાઠોડ પણ રક્તદાન કર્યું હતું..આજે એકત્રિત થયેલ રક્ત દ્વારા તા.7 નારોજ અખાત્રીજના સવારે હરબટીયાળી મુકામે આયોજિત સમૂહ લગ્નમાં સમાજ શ્રેષ્ઠીઓની રક્તતુલા કરવામાં આવશે .જેમાં શ્રી ખોડલધામ કાગવડ ના ચેરમેન અને પ્રમુખશ્રી નરેશભાઈ પટેલ અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની રક્તતુલા કરવામાં આવશે. આ સાથે વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી ની સાકરતુલા કરવામાં આવશે.આ મહારક્તદાન કેમ્પમાં ખોડલધામ સમિતિ ટંકારા તરફથી બે આકર્ષક ગિફ્ટ દરેક રક્તદાતાઓને ગિફ્ટ આપવામાં આવી હતી..આ મહારક્તદાન કેમ્પ દ્વારા એકત્રિત થયેલ રક્ત રાષ્ટ્રના જરૂરીયાત મંદોને અર્પણ કરવામાં આવશે આમ સમાજ સેવા થકી રાષ્ટ સેવાના ભાવ માટે રક્તદાન કેમ્પનું કરવામાં આવ્યું હતું.રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે શ્રી સરદાર લેઉવા પટેલ સમાજ ટંકારા તેમજ સમૂહ લગ્ન સમિતિ અને ખોડલધામ સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text