મોરબીમાં આંગણવાડી કેન્દ્રમાંથી અનાજની કટકી કરતા હેલ્પર અને વર્કર પકડાયા

- text


પોલીસ ફરિયાદનું નામ પડતા બન્ને કર્મચારીઓએ ચાઉ કરેલો ૨૫૦ કિલો ઘઉંનો જથ્થો સામેથી જ પરત કરી દીધો

મોરબી :મોરબીની બોરીયા પાટી આંગણવાડીમા અનાજની કટકી કરતા હેલ્પર અને વર્કર પકડાયા હતા. બન્ને પાસેથી આશરે ૨૫૦ કિલો ઘઉંનો જથ્થો પણ જપ્ત કરવામા આવ્યો હતો. ઉપરાંત બન્ને કર્મચારીઓએ પોતાની ભૂલ સ્વીકારીને પોતાની ફરજમાંથી રાજીનામું પણ આપી દીધું હતું.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના બોરીયા પાટી આંગણવાડી કેન્દ્રમાં રાશનનો જથ્થો બરાબર રીતે ન મળતો હોવાનું સુપરવાઈઝરના ધ્યાને આવ્યું હતું. જેના પગલે તાલુકા આઇસીડીએસની ટીમ દ્વારા આ કેન્દ્રની મુલાકાત લઈને પંચરોજ કામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હેલ્પર અને વર્કર જ અનાજનો જથ્થો ચાઉ કરી જતા હોવાનું ખુલ્યું હતું. બાદમાં પોલીસ ફરિયાદ કરવાનું જણાવવામાં આવતા બન્ને કર્મચારીઓએ સામેથી જ ચાઉ કરેલો ૨૫૦ કિલો ઘઉંનો જથ્થો પરત કર્યો હતો. બાદમાં બન્ને કર્મચારીઓએ પોતાની ભૂલ સ્વીકારીને ફરજ ઉપરથી રાજીનામું આપી દીધું હતું.

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text