મોરબી નજીક અકસ્માતમાં વૃદ્ધનું મોત

- text


મોરબી : મોરબીની વાવડી ચોકડી પર અજાણ્યા વાહન હડફેટે બાઈકસવાર વૃદ્ધનું મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના નાની વાવડી ગામે આવેલ શિવગંગા સોસાયટીમાં રહેતા તેજાભાઈ રણમલભાઈ જાદવ નામના વૃધ્ધ ગત તા.26 એપ્રિલના રોજ પોતાના મોટર સાયકલ પર વાવડી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા.તે સમયે પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે તેમના બાઇકને હડફેટે લેતા આ અકસ્માતમાં બાઈકસવાર વૃદ્ધનું મોત નીપજ્યું હતું.બાદમાં આ બનાવ અંગે મૃતકના પુત્ર દિલીપભાઈ જાદવે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text