મોરબી : જીનિગ મિલમાંથી કોપર તાંબાની પ્લેટો અને ઇલે.મોટર મળીને રૂ.90 હજારની ચોરી

- text


મોરબી : મોરબીના મોડપર ગામે આવેલી જીનિગ કોટન મિલમાંથી તસ્કરો કોપર તાંબાની પ્લેટો અને ઇલે.મોટર મળીને કુલ રૂ.90 હજારના મુદામાલની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે આ બનાવની રાબેતા મુજબ તપાસ હાથ ધરી છે.

આ ચોરીના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના મોડપર ગામે આવેલ દેવાસી જીનિગ એન્ડ કોટન મિલમાં ગતતા.29 એપ્રિલના રોજ તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો આ જીનિગ કોટન મિલની દીવાલ ટપી અંદર પ્રવેશ કરી ઇલેક્ટ્રિક ટીસીના ડિપા પાડી ટીસીની અંદરના કોપર તાંબાની પ્લેટો કાઢી જે કોપર તાંબાની પ્લેટોની આશરે કિંમત રૂ.70 હજાર તથા જિનના સ્ટોર રૂમનો દરવાજો તોડી તેમાંથી 5 ઇલેક્ટ્રિક મોટર રૂ.20 હજાર મળીને કુલ રૂ.90 હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા.આ બનાવની જાણ થતાં આ જીનિગ કોટન મિલના વાસુદેવભાઇ ભાણજીભાઈ કગથરાએ તેમની કોટન મિલમાંથી રૂ.90 હજારના મુદામાલની ચોરી થયાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.તાલુકા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- text

 

- text