મોરબી : મશીનમાં આવી જતા શ્રમિક યુવાનનું મોત

- text


મોરબી : મોરબી નજીક આવેલ સીરામીક કંપનીમાં કામ કરતા શ્રમિક યુવાન મશીનમાં આવી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના પાવડીયારી કેનાલ પાસે આવેલ રોયાલિકા સીરામીક કંપનીમાં રહીને મજુરી કામ કરતો અર્જુન સીતારામ બારેલા ઉ.વ.20 નામનો યુવાન આજે આ કારખાનામાં મજુરી કામ કરતો હતો તે વખતે અકસ્માતે તે મશીનમાં આવી જતા આ શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

 

- text