મોરબી : ભરણપોષણના કેસમાં પતિને 165 દિવસની સજા

- text


મોરબી : મોરબીમાં ભરણપોષણના કેસમાં મોરબી કોર્ટે અરોપી પતિને દોષિત ઠેરવીને 165 દિવસની કેદની સજા ફટકારી છે.આરોપીએ 11 માસના રૂ.77 હજાર ન ચૂકવતા ભરણપોષણ કેસમાં કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

આ ભરણપોષણ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર જિલ્લાના લાલુપરમાં રહેતા રાજેશભાઇ મથુરભાઈ સોલંકી વિરુદ્ધ તેમના પત્ની અમિષાબેન રાજેશભાઇ સોલંકીએ મોરબી કોર્ટમાં વર્ષ 2018માં ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો અને કોર્ટે ફરિયાદી પરણીતાને પ્રતિમાસ ભરણપોષણનું વળતર ચુકવવાનો તેના પતિને આદેશ કર્યો હતો.ત્યાર બાદ 11 માસ સુધી ભરણપોષણનું વળતર ન ચૂકવતા પરણીતાએ કોર્ટ સમક્ષ આ અંગે દાદ માંગી હતી.ત્યારે આ ભરણપોષણનો કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષના વકીલ નરેન્દ્રસિંહ ઝાલાની ધારદાર દલીલ કરતા કોર્ટે આરોપી પતિને દોષિત ઠેરવીને તેને 165 દિવસની સજા ફટકારી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

- text