મોરબીમાં ડો. આંબેડકર જન્મજયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ

- text


 

શહેરમાં અનેક સ્થળોએ પોસ્ટરો લગાવાયા : દાંડિયા રાસ, ભીમ ભજન સહિતના કાર્યક્રમોનું આયોજન

મોરબી: ભારતીય બંધારણના ધડવૈયા, સિમ્બોલ ઓફ નોલેજ એવા ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મજયંતિને લઈને તડામાર તૈયારી શરૂ કરાઈ છે. મોરબી શહેરના અનેક જગ્યાએ યુવાનો દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિની દેશવાસીને શુભેચ્છા પાઠવતા પોસ્ટરો લગાડી યુવાનો પણ ૧૪ એપ્રિલને લઈ ઉત્સાહીત જોવા મળી રહ્યા છે.

- text

શહેરના બુદ્ધ વિહાર રોહિદાસપરા પાછળ મોરબી-૧ ખાતે ૧૪ એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. દિપ પ્રાગટ્ય, બુદ્ધ વંદના, તેમજ કેક કાપીને દાંડીયારાસનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં પધારવા ભીમપ્રેમી ઉપાસક ઉપાસિકાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમજ ત્રિદેવનગર લીલાપર પણ ડો.બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે ભીમ ભજનના કાર્યક્રમનું આયોજન બૌદ્ધ અરજણભાઇ પાલાભાઇ તથા યુવા ગ્રુપ લીલાપર દ્વારા કરવામાં આવેલ છે

- text