મોરબીના રેલવે સ્ટેશને એક જ ટીકીટબારીને કારણે મુસાફરોને પડતી મુશ્કેલી

- text


બાજુમાં બીજી બારી હોવા છતાં ચાલુ ન કરાતા મુસાફરો પરેશાન

મોરબી : મોરબીના મુખ્ય રેલવે સ્ટેશને એક જ ટીકીટ બારી હોય અને સામે મોટા મુસાફર વર્ગ હોવાથી ટીકીટ લેવામાં લાંબી લાઈનો લાગે છે.જોકે બાજુમાં બીજી ટીકીટ બારી હોવા છતાં તેને ચાલુ ન કરાતા મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે.ત્યારે મુશ્કેલી દૂર કરવા બીજી ટીકીટ બારી ચાલુ કરવાની માંગ ઉઠી છે.

ઔદ્યોગિક નગરી મોરબી શહેરમાં લાંબા સમયથી ઘણી રેલવેની અસુધાઓથી શહેરીજનો પીડાય રહ્યા છે.તેમાંય અધૂરામાં પૂરું જે થોડી ઘણી હયાત સુવિધાઓ છે.તેમાં પણ કેટલીક ખામીઓને કારણે મુસાફરો મુશ્કેલી ભોગવી રહ્યા છે.જેમાં મોરબીના મુખ્ય રેલવે સ્ટેશને વર્ષોથી માત્રને માત્ર એક જ ટીકીટ બારી છે.તેની સામે મુસાફરોનો મોટી વર્ગ છે.આ રેલવે સ્ટેશને નિયમિત મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન અને રાજકોટ મોરબી ડેમુ ટ્રેન તથા અઠવાડિયામાં એક વખત લાંબા અંતરની એકાદ બે ટ્રેનો આવે છે.તેથી આ રેલવે સ્ટેશને મોટા પ્રમાણમાં મુસાફરોનો ઘસારો રહે છે.પરંતુ એક જ ટીકીટબારી હોવાને કારણે દરોજજ લાંબી લાઈનો લાગે છે અને બુઝુગો અને મહિલાઓને લાઈનોમાં ઉભા રહેવાથી ભારે હાલાકી પડે છે.ખાસ કરીને અઠવાડિયામાં જે ટ્રેનો આવે છે.તેનો સમય ખૂબ જ ઓછો હોય છે.કેટલીક વાર એવું બને છે કે ટ્રેન આવી હોય તયારે લાંબી લાઈનો હોય તો ટીકીટ મળે તે પહેલાં જ ટ્રેન નીકળી ચુકી હોય છે.જોકે આ રેલવે સ્ટેશનમાં બીજી બારી છે.પણ તેને ચાલુ કરાતી નથી તેથી જો આ બારી ચાલુ કરાઈ તો મુસાફરોને ટીકીટ લેવામાં પડતી હાલાકી દૂર થઈ શકે છે અને મુસાફરો ઝડપથી ટીકીટ લઈને ટ્રેનના સમય મુજબ બેસી શકે તેવી મુસાફરોએ માગ કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text