મોરબીના યુવાને પુલવાના શહીદોના આત્માની શાંતિ માટે 44 દિવસના ઉપવાસ કર્યા

- text


નિવૃત સૈનિકના હસ્તે પારણા કર્યાં : અગાઉ પણ નોટબધી ફળદાયી નીવડે તે માટે 50 દિવસના ઉપવાસ કર્યા હતા

મોરબી : જમ્મુ કાશ્મીરના પુલાવામાં આંતકી હુમલામાં શહીદ થયેલા સી.આર.પી.એફના જવાનોને સમગ્ર દેશ કોટિકોટી નમન સાથે ભાવભીની શ્રદ્ધાંજલી આપી હતી.ત્યારે મોરબીના યુવાને પુલાવાના શહીદોની આત્માની શાંતિ મળે તે માટે 44 દિવસના ઉપવાસ કર્યા હતા અને નિવૃત સૈનિકના હસ્તે પારણા કર્યા હતા.જોકે આ યુવાને અગાઉ નોટબધી ફળદાયી નીવડે તે માટે 50 દિવસના ઉપવાસ કર્યા હતા.

મોરબીના શનાળા રોડ ઉપર રામચોક પાસે ઝરોક્ષની દુકાન ધરાવતા રાઠોડ નરેશભાઈ દેવજીભાઈ ઉ.વ.32 નામનો યુવાન ભગવાન શિવનો પરમ ભક્ત છે.ભગવાન શિવ પ્રત્યે શ્રદ્ધા ધરવવાની સાથે દેશ પ્રત્યે પણ ભારે લગાવ ધરાવે છે અને દેશહિત માટે કાયમ ભગવાન શિવ સમક્ષ પ્રાર્થના કરે છે ત્યારે જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકી હુમલામાં ભારતમાતાના વીર સપૂતો શિહીદ થયા હતા.જેનાથી હરેશભાઇનું હૃદય દ્રવી ઉઠ્યું હતું.અને તેમણે ભારતમાતાના આ વીર સપૂતોના આત્માની શાંતિ માટે લગાતાર 44 દિવસના ઉપવાસ કર્યા હતા.આ યુવાને 44 દિવસના એકધારા ઉપવાસ કરીને પુલવાના શહીદોના આત્માને શાંતિ આપવા ભગવાન શિવ સમક્ષ પ્રાર્થના કરી હતી અને 44 દિવસના ઉપવાસ પૂર્ણ થતાં તેણે નિવૃત સૈનિકના હસ્તે પારણા કર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુવાને અગાઉ નોટબધીના સમયે નોટબધી સમગ્ર દેશની જનતાના હિતમાં ફળદાયી નીવડે તે માટે 50 દિવસના ઉપવાસ કર્યા હતા.જોકે નોટબધી ઘણા દિવસો સુધી લોકો માટે કઠણાઇરૂપ બની ગઈ હતી અને અંતે જનજીવન થાળે પડતા આ યુવાને માતાના હસ્તે પારણા કર્યા હતા.આ યુવાન એટલું જ કહે છે કે સાચા દિલથી ભગવાન શિવની આરાધના કરીને કરેલા ઉપવાસ ફળદાયી નીવડે છે અને મેં હમેશા દેશહિતમાં ઉપવાસ રાખીને સમગ્ર દેશ સુખ શાંતિ જીવે તે માટે કરેલી મનોકામના ફળી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text