મોરબી : મહિલા સાયન્સ કોલેજ મંજુર કરવા કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળનું સૌ.યુનિને અલ્ટીમેટમ

- text


મોરબી : શૈક્ષણિક હબ તરીકે વિકસી રહેલા મોરબીમાં મહિલાઓ માટેની સાયન્સ કોલેજ શરૂ કરવા માટે પાછલા બે વરસથી બધી જ ઔપચારિકતા પુરી કરી લીધી હોવા છતાં હજુ સુધી મંજૂરી ન મળતા શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે સૌરાષ્ટ્ર યુનિને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ત્વરિત મંજૂરી આપવા માટે અરજી કરી છે. આવનારા દિવસોમાં જ બારમાં ધોરણનું પરિણામ જાહેર થનાર હોય આવતા શૈક્ષણિક વરસથી જ વિદ્યાર્થીનીઓના હિતને ધ્યાને લઇ તુરંત જ મંજૂરી આપવા જણાવાયું છે.

શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા આ અંગેની પ્રક્રિયા 2017થી શરૂ કરવામાં આવી હતી. શ્રીમતી જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજનું યુનિ. સાથે જોડાણ કરવા બાબતે અસંખ્ય વખત ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી હોવા છતાં સૌ.યુનિ. તરફથી સકારાત્મક પ્રતિભાવ ન મળતા ઉચ્ચ શિક્ષણની અપેક્ષા રાખતી વિદ્યાર્થીનીઓમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

- text

એક તરફ સરકાર બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને ચરિતાર્થ કરવા વિવિધ કાર્યક્રમો યોજી રહી છે ત્યારે સૌ યુનિના સત્તાવાળાઓ આ અંગે દુર્લક્ષ સેવી રહ્યાનો ખ્યાલ ઉપસી રહ્યો છે.
મોરબીમાં સ્થાનિક સ્તરે મહિલા સાયન્સ કોલેજની અતિ આવશ્યક જરૂરિયાત હેતુ તમામ ઔપચારિક કાર્યવાહી તેમજ તેની ગાઇડ લાયન્સ પ્રમાણેની શરતો સંસ્થા તરફથી પુરી કરી લેવામાં આવી હોવા છતાં મહિલા સાયન્સ કોલેજનું જોડાણ મંજુર કરવામાં આવતું નથી. ટ્રસ્ટ પાસે જરૂરી તમામ સગવડો, આર્થિક સધ્ધરતા, શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા , યોગ્ય કાર્યદક્ષતા તેમજ સમર્પણભાવ હોવા છતાં સૌ.યુનિનું અકળ વલણ મોરબી જિલ્લાની વિદ્યાર્થીનીઓ માટે શૈક્ષણિક સંદર્ભે ગળે ટુંપો આપવા સમાન છે. શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળને આ વર્ષે જ જો સેલ્ફ ફાઇનાન્સ મહિલા સાયન્સ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપવામાં ઉદાસીનતા દાખવવામાં આવશે તો ગાંધી ચીંધ્યા માર્ગે સૌ.યુનિ. સામે આંદોલન કરવામાં આવશે એમ ટ્રસ્ટી મંડળે અંતમાં જણાવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text