લોકહીત અને જનજાગૃતિના અભિયાનમાં વાંકાનેર સેવાસદન ઉદાસીન

- text


વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકાના લોકોના હિતમાં કે લોકોની જાગૃતિ માટેના શરૂ થનાર કાર્યક્રમની માહિતી લોકો સુધી પહોંચે અને આવા કાર્યક્રમોનું આયોજન વ્યવસ્થિત થાય તે તમામ બાબતમાં વાંકાનેર સેવાસદન ભારે ઉદાસીનતા દાખવી રહ્યું છે.

વાંકાનેર સેવાસદનના અધિકારીઓ પોતાની વાતાનુકૂલિત ચેમ્બરમાંથી બહાર નીકળવાનુ પસંદ ન હોય તેવુ લાગી રહ્યુ છે. જેના પરિણામે જે લોકહિત કે જનજાગૃતિના કાર્યક્રમનો પ્રચાર પ્રસાર થવો જોઈએ તે બરાબર થતો નથી તેમજ એકબીજા ઉપર જવાબદારી ઓઢાડીને જવાબદારિ માંથી છટકવાની કોશિષ થતી સ્પષ્ટ દેખાય છે.

તાજેતરમાં જ વાંકાનેરમાં કલેકટર અને સમાજ સુરક્ષા ખાતા દ્વારા તારીખ 5/ 4/ 2019 ના રોજ દિવ્યાંગ મતદારોમાં જાગૃતિ માટેના એક કાર્યક્રમનું આયોજન વાંકાનેર સેવાસદન ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો પ્રચાર-પ્રસાર વાંકાનેર સેવાસદન દ્વારા ઝીરો માત્રામાં કરવામાં આવ્યો હતો. જાણવા મળેલ માહિતી મુજબ વાંકાનેરમાં દિવ્યાંગ લોકો માટે કામ કરતી એક સંસ્થાને તાલુકા અને શહેરમાંથી દિવ્યાંગ લોકોને બોલાવવાની જવાબદારી સોંપી અને પોતે છટકી ગયા હતા. હદ તો ત્યાં થાય કે દિવ્યાંગ લોકોના કાર્યક્રમમાં સેવાસદન ખાતે આ કાર્યક્રમ ઉપર હોલમાં આયોજન કરવામાં આવ્યો હતો પરંતુ દિવ્યાંગ સંસ્થાના સંચાલક સવારે આવી અને આમાં ઘણા લોકો અપંગ પણ હોય અને ઉપર ચડવામાં તેમને તકલીફ પડે જેથી નીચે કાર્યક્રમ રાખવા જણાવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમને નીચે રાખવામાં આવ્યો હતો અને ખુરશીની વ્યવસ્થા કરવામ આવી હતી. તેમજ આ સંસ્થાના પ્રયત્નથી 150 જેટલા દિવ્યાંગ લોકો હાજરી આપી હતી. આ તમામ દિવ્યાંગ લોકોને આ સંસ્થા તરફથી નાસ્તો કરવામાં આવ્યો હતો જેમાં પણ વહીવટીતંત્રએ પોતાના હાથ ખંખેરી નાંખ્યા હતા.

આ કાર્યક્રમમાં વાંકાનેરના પત્રકારોને જાણ કરવામાં નથી આવી જો આવા કાર્યક્રમો થવા ના હોય તો કાર્યક્રમ પૂર્વે એક પ્રેસ કોન્ફરન્સ રાખી અને પત્રકારોને તમામ માહિતી આપવામાં આવે અને એ માહિતી પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક મીડિયા કે સોશિયલ મીડિયામાં શેર થાય તો આ કાર્યક્રમની માહિતી અને જાણકારી લોકો સુધી પહોંચે પરંતુ વાતાનુકૂલિત ચેમ્બરમાં બેસતા આલા અધિકારીઓ આવી કોઈ બાબતમાં રુચિ હોય એવું લાગતું નથી સેવાસદનના મુખ્ય બંને અધિકારીઓ આવ્યા પછી તેમને એક પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરી અને લોકહિત કે જનજાગૃતિના કાર્યક્રમોની માહિતી પત્રકારોના માધ્યમથી લોકો સુધી પહોંચે તેવી કોઈ કોશિશ કરવામાં નથી આવી…! શું આ અધિકારીઓને પત્રકારોથી કોઈ એલર્જી છે? કે પછી લોકો સુધી લોકહિતની કે જનજાગૃતિની માહિતી પહોંચે તેવી તેમની ઇચ્છા શક્તિ નથી.

- text

દિવ્યાંગ મતદારોમાં જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમમાં કલેકટર મોરબી ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનની પર્શનલ સોર્શ દ્વારા જાણ થતાં અને વાંકાનેર વહીવટીતંત્ર દ્વારા આમંત્રણ ન હોવા છતાં પ્રેસ કલબ ઓફ વાંકાનેરના અયુબ માથકિઆ, હરદેવસિંહ ઝાલા અને પત્રકાર મહંમદભાઇ રાઠોડ હાજર રહ્યા હતા ત્યારે આ પત્રકારોએ આમંત્રણ ન હોવા છતાં ચૂંટણીપંચના આ જનજાગૃતિ કાર્યક્રમનો પ્રસાર પ્રચાર ને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનુ ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને સોશિયલ મીડિયામાં કવરેજ કર્યું હતુ અને પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરના પ્રમુખ અયુબ માથકિઆ અને ઉપપ્રમુખ હરદેવસિંહ ઝાલાએ કલેકટરશ્રીને વાંકાનેરમાં આધાર કાર્ડ કઢાવવામાં કે સુધારવામાં લોકોને પડતી હાલાકીની વાત કરી હતી ત્યારે કલેક્ટરે ખૂબ પોઝિટિવ જવાબ આપીને કહ્યું હતું આ સતત ચાલતી ક્રિયા છે તેમાં આવું ન ચાલે અને પ્રાંત અધિકારીને ઝડપથી કિટ ચાલુ કરાવવાની સૂચના આપી હતી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આધારકાર્ડની બાબતમાં વાંકાનેર તાલુકાના શહેરની પબ્લિક ભારે હાલાકી ભોગવી રહી છે તે વાંકાનેર નેતાગીરી અને વહીવટીતંત્રને દેખાતું નથી. આ બાબતની કોઈ રજૂઆત થઈ નથી કે યોગ્ય પગલાં લેવાયા નથી આશા રાખીએ કલેકટરની સુચના પછી પ્રાંતઅધિકારી આ બાબતે લોકહિતમાં તાત્કાલિક આધારકાર્ડ માટે લોકોને પડતી હાલાકી નો નિવેડો લાવે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text