મોરબી : લાલપર નજીક ડમ્પરે હડફેટે એકનું મોત

- text


મોરબી : મોરબી-વાંકાનેર હાઈવે પર અકસ્માતોની હારમાળ સર્જાયા કરે છે આથી આ રોડને લોકો કાળમુખા રોડ તરીકે ઓળખવા લાગ્યા છે ત્યારે મોરબીના લાલપર ગામ નજીક ડમ્પર ચાલકે સગીરને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મૂળ મહીસાગર જીલ્લાના કોઠંબા ગામના રહેવાસી અને હાલ મોરબીના લાલપર ગામ નજીક એટલાસ સેનેટરીમાં કામ કરતો અજયકુમાર નામનો સગીર ગત તા.૩૦ના રોજ લાલપર ગામ નજીક રોડ ક્રોસ કરી રહ્યો હોય તે દરમિયાન પુરપાટ ઝડપે આવતા ડમ્પર નંબર GJ 03 5899ના ચાલકે હડફેટે લેતે તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સુનીલભાઈ નાનાભાઈ બારિયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text