મોરબી : કરોડો રૂપિયાના જીએસટી ચોરી પ્રકરણમાં આઠને ઝડપી લેતી એસઓજી

- text


 

લોકોને ભોળવી ડોક્યુમેન્ટ મેળવી લઈ બોગસ સિરામિક પેઢી ઉભી કર્યા બાદ જીએસટી ચોરી કરી હતી

મોરબી : મોરબીમાં ૧૬ જેટલી બોગસ સિરામિક પેઢી ઉભી કરી સતર કરોડથી વધુની જીએસટી ચોરી કરવા પ્રકરણમાં ગઈકાલે એસઓજી ટીમે આઠ આરોપીઓને ઝડપી લઇ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય વેરા અધિકારી-૧ દ્વારા મોરબી પોલીસ વિભાગને ચોંકાવનારી ફરિયાદ કરવામાં આવી હતી જેમાં સામાન્ય નાગરિકો પાસેથી ડોકયુમેન્ટ તથા ફોટા મેળવી સરકારશ્રીનો વેરો નહિ ભરવાના ઇરાદાથી અગાઉથી ગુનાહિત કાવત્રુ રચી (૧) રાજન ટાઇલ્સ (૨) લેરીકસ સીરામીક (3) ઓમકાર સીરામીક (૪) વીનસેન્ટ સીરામીક (૫) હેસ્ટન સીરામીક (૬) ડેલફાઇન સીરામીક (૭) લેવોર્ડ સીરામીક (૮) વીલીયમ સીરામીક (૯) વોલ્ગાસ સીરામીક (૧૦) ક્લાસિક સીરામીક (૧૧) કુમકુમ સીરામીક (૧૨) સેલોની સીરામીક (૧૩) સેમ્ય સીરામીક (૧૪) ક્રિષ્ના સીરામીક (૧૫) કેરોન
સીરામીક (૧૬) મોસ્કો સીરામીક નામની પેઢી ઉભી કરી સરકાર સાથે સત્તર કરોડથી વધુની ટેક્સ ચોરી કરવામાં આવી હોય ફરિયાદ નોંધવાઈ હતી.

વધુમાં ફરિયાદમાં જણાવાયું હતું કે કૌભાંડિયાઓ દ્વારા સાધારણ નાગરિકને ખોટા બહાના હેઠળ ભોળવી તેમના ડોકયુમેન્ટનો ઉપયોગ કરી ખોટી પેઢી બનાવી જે ખોટી પેઢીના નામનું ઇ-મેઇલ આઇ.ડી.બનાવી જે ઇ-મેઇલ આઇ.ડી.નો ઉપયોગ કરી તેમના ડોક્યુમેન્ટ તથા ફોટોગ્રાફ અપલોડ કરી તેઓના નામથી જી.એસ.ટી.નંબર મેળવી જે જી.એસ.ટી.નંબર આધારે કુલ ૩૮૫૨ ઇ-વે બીલ કુલ વેરો રૂ.૧૭,૭૬,૬૦,૫૫૬/-(સતર કરોડ છૌતેર લાખ સાઇઠ હજાર પાંચસો છપ્પન) નો સરકારી તીજોરીમાં નહિ ભરી સરકાર સાથે વિશ્વાસઘાત કરી.ગુન્હાહિત કાવતરૂ રચીને ઠગાઇ કરી સરકારને આર્થિક નુકશાન પહોચાડી અને સાધારણ માણસોના ડોકયુમેન્ટનો દુર ઉપયોગ કરી ગુનો કર્યો હોવાનું જણાવાયું હતું.

- text

દરમિયાન જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ આ ગુનાની ગંભીરતા જોતા આ ગુનાની તપાસ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ,મોરબીને સોંપવામાં આવેલ હતી જેમાં મોરબી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.આલ અને તેમની ટીમ દ્વારા ગુનાના કામના આરોપીઓ (૧)
મુસ્તાક અકબરભાઇ જામ ઉવ.૨૮ રહે. માળીયા મીયાણા જી.મોરબી (૨) ગુલામરસુલ હૈદરભાઇ જામ ઉવ.૨૮ રહે. માળીયા મીયાણા જી.મોરબી (3) કિશન જસાભાઇ કાનગડ ઉવ.૨૬ રહે. જસાપર તા.માળીયા મીયાણા જી.મોરબી (૪) હાર્દિક પ્રફુલભાઇ કટારીયા ઉવ.૨૯ રહે.બોનીપાર્ક, મોરબી (૫) રવિ દિલીપભાઇ ઓઝા ઉવ.૩૦ રહે. મોરબી (૬) વિપુલ ધનજીભાઇ ફુલતરીયા
ઉવ.૩૪ રહે. મોરબી (૭) દર્શિત પ્રવિણભાઇ મેવાડા ઉવ.૨૨ રહે. મોરબી (૮) ધર્મેન્દ્ર દિલીપભાઇ અજાણા ઉવ ૨૫ રહે.ધુનડા સજજનપર તા.જી.મોરબી વાળાની ગઈકાલે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text