મોરબીમાં ૭ વર્ષની બાળકી લાપતા : પોલીસ દ્વારા શોધખોળ

- text


 

મોરબી : મોરબીના પચીસ વારીયા વિસ્તારમાં આજે ૭ વર્ષની બાળકી લાપતા બની હોવાની ઘટના સામે આવી છે. જો કે આ અંગે બાળકીના પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમા બાયપાસ રોડ પર ધ્રુવ હોસ્પિટલની પાછળ આવેલા પચીસ વારીયામાં રહેતી સાત વર્ષની બાળકી આજે બપોરના સમયે ગુમ થઈ ગઈ હતી. આ બાળકી મોડે સુધી ઘરે પરત ન ફરતા તેના પરિવારે એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેના પગલે હાલ એ ડિવિઝનના પી.આઈ. ચૌધરીએ બાળકીની શોધખોળ ચલાવી છે.

- text