ટંકારા : અમરાપર અને કલ્યાણપર રોડ પર ડામરના થિંગડા: કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવાયું

- text


ટંકારા: ટંકારા તાલુકાના અમરાપર રોડ અને કલ્યાણપર રોડ પર ડામર કામમાં લોલંલોલ બહાર આવતા કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવાયું છે. જ્યાં સુધી સ્થાનિકો દ્વારા સંતોષજનક કામગીરી થઈ હોવાનું સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવાતા સરકારી કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ પેસી ગયો છે.

આ બન્ને રોડ પર તાજેતરમાં ઠેક ઠેકાણેથી રોડ તૂટી ગયો હતો. જેમાં નાના મોટા ખાડા પુરીને ઉપર ઉપરથી ડામરના થિંગડા મારી દેવાતા કોન્ટ્રાક્ટરના કામ સામે લોક રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ આ બાબતે જીલ્લા પંચાયતના સભ્ય મહેશ રાજકોટીયાને ફરીયાદ કરતા રાજકોટિયાએ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને જ્યા સુધી વ્યવસ્થિત કામ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરને બિલ ન ચુકવવા સુચના જારી કરી હતી.
ખરાબ કામગીરીની જાણ કલ્યાણપરના સરપંચે અને ગામલોકોએ અધીકારીને કરી હોવા છતા અધિકારીઓએ ધ્યાન ન દેતા પદાધિકારી રાજકોટિયા લાલઘુમ થયા હતા.

ટંકારા મથકથી અમરાપર ટોળને જોડતો મુખ્ય માર્ગ અને કલ્યાણપરને જોડતા ડામર રોડનુ થોડા દિવસ પહેલાં પેચ વર્ક કરી થિગડા બુરવાનો કોન્ટ્રાક્ટ જીલ્લા પંચાયત હસ્તે અપાયો હતો. જેમા લોટપાણીને લાકડાની જેમ મન ફાવે એવુ કામ કરી ખાડામાં ધુળ સાફ કર્યા વગર કે ટેકરા સમથળ કરવાની પરવા કર્યા વગર ઉપરછલું કામ કરી કોન્ટ્રાક્ટરના મજૂરો જતા રહેતા કલ્યાણપર સરપંચ દિનેશભાઈએ અધિકારીનો ટેલીફોનીક સંપર્ક કરીને ફરીયાદ કરી હતી. જ્યારે ટંકારાના લોકો પણ અમરાપર રોડના કોન્ટ્રાક્ટ સાથે રકઝક કરી હોવા છતાં કોઈની રજૂઆત સાંભળ્યા વીના કામમાં ઠાગાઠૈયા કરી જતા રહેતા આ બાબતે જીલ્લા પંચાયતના સદસ્ય મહેશ રાજકોટીયાને સરપંચ દ્વારા લેખિત રજુઆત કરતા તાત્કાલિક અધિકારીઓ પાસેથી આ બાબતે વિગત મેળવી કોન્ટ્રાક્ટરોના બીલ મંજુર ન કરવા ની સુચના આપી હતી.

રાજકોટીયાએ સ્થળ તપાસ માટે ક્યા અધીકારી ગયા હતાના પ્રશ્ર્નનો જવાબ ન આપનાર અધીકારીનો રીતસરનો ઉધડો લઈ મારા વિસ્તારમાં આવુ કામ નહી ચાલેની વાત કરી હતી અને ફરીથી કામ કરાવી લોકો કહે કે કામ બરોબર છે ત્યારે જ પૈસા મંજુર કરવાની સુચના આપતા કામગીરીમાં દિલ દગડાઈ કરતા રસ્તા કામના કોન્ટ્રાક્ટરોમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text