જોડિયા – આમરણ હાઇવે ઉપર ગેસ ટેન્કર પલટી જતા અફડા-તફડી

- text


મોરબી અને જોડિયા પોલીસ ઘટના સ્થળે

મોરબી : જામનગર-રિલાયન્સ મોટી ખાવડીથી કંડલા તરફ જઇ રહેલું ટેન્કર દુધઇ ગામ નજીક પલ્ટી મારી જતાં ગેસ રીસાવ થયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ તંત્ર સ્થળપર દોડી ગયું છે અને હાઇવેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે મોરબી અને જોડિયા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે.

મળતી વિગતો મુજબ રિલાયન્સથી કંડલા તરફ ગેસ ભરેલું ટેન્કર દોડી રહ્યું હતું ત્યારે જોડિયાથી આમરણ વચ્ચે દુધઇ ગામ પાસે ટેન્કર પલ્ટી ખાઇ ગયું હતું. પરિણામે ગેસ રિસાવ થયો હતો. જેની તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવતાં યુધ્ધના ધોરણે હાઇવે બંધ કરાવવામાં આવ્યો હતો. ફાયર સ્ટાફ, પોલીસ અને ડીડીઓ સહિતનું તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું અને સ્થિતી પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

- text

વધુ વિગતો મુજબ ગેસ રિસાવના કારણે હાલ હાઇવે પરના ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવ્યું છે હજૂ પણ ગેસ રિસાવ અટકયો ન હોવાનું જાણવા મળે છે પરિણામે આજુબાજુના વિસ્તારોની વિજળી બંધ કરવામાં આવી છે અને નજીકના એરિયામાં મોબાઇલનો ઉપયોગ કરવા પર તત્કાલ પ્રતિબંધ મુકી દેવાયો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text