મોરબી : લોકસભાની ચૂંટણીમાં પોતાનું સ્ટેન્ડ નક્કી કરવા 31મીએ પાસની મીટીંગ

- text


પાસની મીટીંગમાં હાર્દિક પટેલ સહિતના પાસના ટોચના આગેવાનો હાજરી આપશે

મોરબી : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે.અને જુદાજુદા રાજકીય પક્ષ લોકસભાની ચૂંટણી પુરજોશમાં તૈયારી કરી રહ્યા છે.ત્યારે આગામી લોકસભાની ચૂંટણી કેવું સ્ટેન્ડ રાખવું તે અંગેની રણનીતિ ઘડવા પાટીદાર અનામત આદોલન સમિતિ સૌરાષ્ટ્ર ઝોન દ્વારા મોરબીમાં અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં લોકસભાની ચૂંટણી સહિત વિવિધ પાસાઓની ગહન ચર્ચા વિચારણા કરાશે.

- text

પાટીદાર અનામત આંદોલન સમિતિ સોરાષ્ટ્ ઝોન દ્વારા પાસના જિલ્લાના અને તાલુકાના કન્વીનરો, સહકન્વીનરો, સક્રિય કાર્યકરો તેમજ આંદોલનને સહયોગ આપનાર વડીલો સહિતના લોકોની અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. પાસની આ મીટીંગ મોરબીના આમરણ ગામની સુરભી ઇન્ડસ્ટ્રીઝ ખાતે તા.31ના રોજ રવિવારે સવારે 9-30થી બપોરના 1 વાગ્યા દરમ્યાન યોજાશે. પાસની આ અગત્યની મીટીંગમાં હાર્દિક પટેલ તથા ગુજરાતના પાસના હોદેદારો હાજરી આપશે.જ્યારે અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ, તમામ અદોલનકારીઓ ઉપરના કેસ પાછા ખેંચવા,શહીદ પરિવારોને સરકારી નોકરી અને આર્થિક સહાય આપી યોગ્ય ન્યાય આપવા,લોકસભાની ચૂંટણીમાં પાસનું સ્ટેન્ડ વગેરે મુદ્દે વિચાર વિમર્શ કરશે.જોકે લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે.ત્યારે પાસનું લોકસભાની ચૂંટણીમાં કેવું સ્ટેન્ડ રહેશે તે મુદેની ચર્ચા વિચારણા લોકસભાની ચૂંટણીમાં પાટીદારોનો કઈ તરફ ઝોક રહેશે તે નક્કી કરશે તેવું મનાય રહ્યું છે.આ મીટીંગની વધુ માહિતી માટે 9925523490, 9898992076 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- text