મોરબીમાં લાઈવ મેકઅપ અને આધુનિક હેરસ્ટાઇલ અંગેનો સેમિનાર સંપન્ન

- text


મોરબી : મોરબીના ટાઉનહોલ ખાતે સખી કલબ તથા કિંજલ બ્યુટી પાર્લર દ્વારા તાજેતરલાઈવ મેકઅપ-હેરસ્ટાઈલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મેકઅપ અને હેર સ્ટાઇલના નિષ્ણાતો દ્રારા લાઈવ રીતે મેકઅપ અને આધુનિક હેરસટાઇલની વિસ્તૃત સમજણ આપી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને ઉપયોગી ટિપ્સ મેળવી હતી.

- text

મોરબી સિટી ની મધ્યે આવેલ ટાઉનહોલ ખાતે યોજાયેલા સેમિનારનું ઉદઘાટન સખી કલબના નિધિબેન પટેલ તથા મોરબીમાં બ્યુટી પાર્લર નો પાયો નાખનાર કિંજલ બ્યુટી પાર્લરના મુકતાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ સેમિનારમાં બ્યુટી ક્ષેત્રે આગળ વધવા ઇસ્છુક બહેનોને તથા વર્તમાનમાં પાર્લર ચલાવતા બહેનોને તેમજ ભવિષ્યમાં બ્યુટી પાર્લર ખોલવા માંગતા બહેનોને સ્વરોજગારી અંગે માર્ગદર્શન અપવામાં આવ્યું હતું.કાર્યકર્મ માં ૧૫૦ બહેનો એ હાજરી આપી હતી. આ સેમિનારમાં આવેલ તમામ બહેનોને સખી કલબ ચલાવતા નિધિબેન પટેલ એ જણાવ્યુ હતું કે, ભવિષ્યમાં સખી કલબમાં જોડાયેલ બહેનો માટે જુદી-જુદી પ્રવુતીઓનું આયોજન કરવામાં આવશે. તેમજ બહેનોને સ્વરોજગાર કઈ રીતે મેળવી શકે અને બહેનો પોતાના પગભર કઈ રીતે થઈ શકે તે વિશે માહિતી આપવામાં આવી હતી. અને મોરબીની બહેનોને મોરબીની બહાર બ્યુટી પાર્લરના આધુનિક હેરસ્ટાઇલ-મેકઅપ શીખવા તેમજ બ્યુટી પાર્લર ને લગતી ચીજ-વસ્તુઓ સામાન લેવા માટે બહારગામ ધક્કો ન ખાવો પડે તેઓને મોરબી માં જ આ બધુ મળી રહે અને મોરબી માં જ બધુ શીખવા મળે તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યકર્મ ને સફળ બનાવવા માટે સખી કલબ મોરબીના નિધિબેન પટેલ અને કિંજલ બ્યુટી પાર્લરના સંચાલક મુક્તાબેન પટેલ એ જહેમત ઉઠાવી હતી.

- text