મોરબીમાં પ્રેમ સબંધ મામલે યુવાનને યુવતીના પરિવારજનોએ લમધાર્યો

- text


મોરબી : મોરબીના વાલ્મિકી વાસમાં વજેપર વિસ્તારના ખૂણે ગઈકાલે પ્રેમ સબંધ મામલે પ્રેમી યુવાનને યુવતીના પરિવારજનોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ એ. ડિવિઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી એ. ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર મોરબીના વજેપર વિસ્તરની શેરી નંબર 8માં રહેતા રાજેશભાઇ લાલજીભાઈ મકવાણા ઉ.વ.25 નામના યુવાને જેલરોડ ઉપર આવેલ વાલ્મિકી વાસમાં રહેતા સાગરભાઈ ગોવિદભાઈ અને કાંતાબેન ગોવિદભાઈ સામે એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી યુવાનને આરોપી સાગરની બહેન સાથે પ્રેમસબંધ છે. આથી આ યુવાન વારંવાર યુવતીની શેરીમા નીકળતો હોય અને તા.27ના રોજ ફરી યુવતીની શેરીમાં નીકળતા આરોપીઓએ આ બાબતનો ખાર રાખી યુવાનને ધોકાથી લમધાર્યો હતો અને ઈટોના ઘા મારીને ઇજા પહોંચાડી હતી. તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ઇજગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને આ બનાવ મામલે તેણે ફરિયાદ નોંધાવતા એ. ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text