મોરબી : સ્પીડપોસ્ટ માટે એક જ બારીથી, પોસ્ટ ઓફિસે પરેશાનીમાં પીસાતા ગ્રાહકો

- text


મોરબી : ઈન્ટરનેટના વધતા વ્યાપ પછી પણ લોકોની અમુક જરૂરિયાત માટે પોસ્ટ ઓફિસે ગયા વગર છૂટકો નથી. પોસ્ટ ઓફિસમાં ટપાલ સિવાય પણ વિવિધ પ્રકારની બેન્કિંગ કામગીરી તેમજ અમુક સરકારી યોજનાઓની કામગીરી થાય છે. આથી મોટાભાગના શહેરોમાં પોસ્ટ ઓફિસને કોર્પોરેટ ઓફીસ જેવો ઓપ અપાયો છે. પણ મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસ ઉપરથી ભલે રુડી રૂપાળી દેખાતી હોય, ત્યાં આવતા ગ્રાહકો માટે સેવાના સંદર્ભે મીંડું મૂકવું પડે તેવી હાલત જોવા મળી રહી છે.

સ્પીડપોસ્ટ રજીસ્ટર્ડ કરાવવા આવતા ગ્રાહકોને લાંબી કતારમાં એકાદ કલાક કરતા વધુ સમય ઉભા રહેવું પડે છે તેમાં મુખ્ય પોસ્ટ ઓફીસની લાપરવાહી જ સાફ સાફ દેખાઈ રહી છે. પાછલા છ-છ મહિનાથી માત્ર એક જ ઓપરેટરથી ગાડું ગબડાવાય છે. એક વધુ ઓપરેટરની નિયુક્તિથી લાંબી લાઈનોની સમસ્યાનો અંત આવે તેમ હોવા છતાં તંત્ર દ્વારા નિયુક્તિ કરવામાં આવતી નથી. ભાગદોડ ભરી જીવન શૈલીમાં લોકો માંડ સમય ફાળવીને સરકારી કચેરીઓમાં જતા હોય છે. જમાનો જ્યારે ઝડપનો છે ત્યારે મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં બાબા આદમના જમાનાની મંથરગતિએ કામ થતું હોવાથી નાગરિકો બળાપો વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને વૃદ્ધો માટે મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસ આફતના પરબીડીયા સમાન છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text