મોરબી: સામાજિક ન્યાય નિધિ તથા તાલુકા પંચાયત અંતર્ગત સમાજ શિક્ષણ શિબિર યોજાઈ

- text


અનુસૂચિ જાતિ અને પછાત વર્ગના લોકોને ઉપયોગી યોજનાઓની માહિતી આપવામાં આવી

મોરબી : ગઈકાલે તારીખ 8ના રોજ જિલ્લા પંચાયત, મોરબી સામાજિક ન્યાય નિધિ તથા તાલુકા પંચાયત, મોરબી અંતર્ગત તાલુકાના ટીમ્બડી અને ભાડીયાદ મુકામે અનુસૂચતિ જાતિ તથા પછાત વર્ગના લોકોને ઉપયોગી સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ અને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી પુરી પાડવામાં આવી હતી.

- text

આ શિબિરમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સાવરિયા, સમાજ અગ્રણી રાજુભાઈ ચૌહાણ, મોરબી તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અનિલભાઈ ચાવડા, તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી આર.ડી. ગલસર, તલાટી કમ મંત્રી અને જુદા જુદા વિભાગોના કર્મચારીઓએ માર્ગદર્શન તથા સરકારી યોજનાનો લાભ વધુમાં વધુ લઇ શકાય તે માટેની માહિતી આપવામાં આવી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text