મોરબીમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે સાર્વજનિક દવાખાનું શરૂ

- text


પ્રથમ દિવસે ફ્રિ ડાયાબિટીસ અને બી.પી.નિદાન કેમ્પનો 50થી વધુ દર્દીઓએ લાભ લીધો

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર કબીરધામ આશ્રમથી આગળ જરૂરિયાતમંદ દર્દીઓને તબીબી સુવિધાઓ આપવાના હેતુસર જાગૃત સંસ્થા ડીવાઇન લાઇટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજથી સાર્વજનિક દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે.પ્રથમ દિવસે ફ્રી ડાયાબિટિસ-બીપી નિદાન કેમ્પ યોજાયો હતો જેનો સ્થાનિકોએ લાભ લીધો હતો

- text

આ પ્રસંગે બચપન હોસ્પીટલના ડો.અંકિત સીનોજીયા, ડો.ચિરાગ ચૌહાણ અને લખધીરસિંહજી અંડાઉનમેન્ટ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ પોપટ તેમજ ડો.પ્રિયંકાબેન પટેલએ દવાખાનાની મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી ડીવાઇન લાઇટ ટ્રસ્ટના ઉત્કૃષ્ટ અને સેવાકીય કાર્યને બિરદાવ્યા હતા. પ્રથમ દિવસે ફ્રિ ડાયાબીટીસ તથા બી.પી.નો નિદાન કેમ્પ યોજાયો હતો.આ નિદાન કેમ્પનો ૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો ડીવાઇન લાઇટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સ્થાનિક રહીશોએ અને પ્રજાજનોના સાથ સહકાર બદલ ડીવાઇન ટ્રસ્ટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.આ સાર્વજનિક દવાખાનાનો સમય દરરોજ સવારના 9 થી.12-30 અને સાંજના 4-30 થી 8 વાગ્યા સુધીનો રખાયો છે.ત્યારે આ સાર્વજનિક દવાખાનાનો વાવડી રોડ પરના લોકોને લાભ લેવા સંસ્થાએ અનુરોધ કર્યો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text