મોરબીની ક્ષય હોસ્પિટલના કરાર આધારિત કર્મચારીઓની હડતાલ

- text


લોકસભાની ચૂંટણી નજીક આવતા વિવિધ વિભાગના કર્મચારીઓ પડતર માંગણીઓ સંદર્ભે એક પછી એક આંદોલન ચલાવતા સરકાર ભીંસમાં

મોરબી : મોરબીની ક્ષય હોસ્પિટલમાં સરકારના કરાર આધારિત કર્મચારીઓ પડતર માંગણીઓ સંદર્ભે હડતાલ પર ઉતરી ગયા છે. જો કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાના ખરા ટાંકણે જ એક પછી એક એમ વિવિધ વિભાગોના કર્મચારોઓ સરકારનું નાક દબાવતા સરકાર ભીંસમાં મુકાય ગઈ છે.

ગુજરાત આર.એન.ટી.સી.પી.કરારબદ્ધ કર્મચારી સંઘના નેજા હેઠળ વેતન વધારો સહિતની પડતર માગણીને ઉકેલવાની માંગ સાથે મોરબીની ક્ષય હોસ્પિટલના સરકારના કરાર આધારિત ફરજ બજાવતા 9 જેટલા કર્મચારીઓએ ગઈકાલે પેન ડાઉનનો કાર્યક્રમ આપ્યા બાદ આજથી હડતાલ પર ઉતરી ગયા છે.આ અંગે આ કર્મચારી સંઘના પ્રમુખ હેમાશું પંડયાએ જણાવ્યું હતું કે, અગાઉ આ ક્ષય નિવારણ વિભાગમાં કામ કરતા કરાર આધારિત કર્મચારીઓના પડતર પ્રશ્ને જવાબદાર અધિકારીઓથી માંડીને ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી.અને રજૂઆતો કરવા છતાં સરકારે આ દિશામાં કોઈ કાર્યવાહી ન કરતા અંતે હડતાલનું શસ્ત્ર અપનાવ્યું છે. ગઈકાલે કર્મચારીઓએ પેનડાઉનનો કાર્યક્રમ આપી આજથી હડતાલ શરૂ કરી છે.તેમજ આ કર્મચારીઓનું સરકાર વેતન ઓછું આપીને શોષણ કરી રહી હોવાના આક્ષેપ સાથે જો હડતાલ દરમિયાન કર્મચારીઓનો પગાર કપાશે તો આ દિવસોના કામો કર્મચારીઓ કરશે નહીં તેમ જણાવ્યું હતું.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text