મોરબીમાં બે સ્થળે મારામારી : પાંચ સામે નોંધાતો ગુનો

- text


ઇન્દિરા નગરમાં બાઇક રાખવા મામલે યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કર્યાની તથા ત્રાજપર ચાર રસ્તા પાસે રિસામણે બેઠેલી પરણીતા મામલે કાકા પર હુમલો થયાની ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા બે સ્થળે ગઈકાલે મારામારી થઈ હતી.જેમાં ઇન્દિરા નગરમાં બાઇક રાખવાના મુદે યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કર્યાની તથા ત્રાજપર ચાર રસ્તા પાસે રિસમણે બેથલી પરણીતા મામલે તેના કાકા પર હુમલો થયાની ફરિયાદ નોંધાઇ છે.

આ મારામારીના પ્રથમ બનાવમાં મોરબીના સામાકાંઠે ઇન્દિરા નગરમાં રહેતા સંજયભાઈ શામજીભાઈ જજવાડિયા ઉ.વ.30એ ચીનો રાજુભાઇ સુરેલા , રાજુભાઇ મગનભાઈ સુરેલા અને રાજુભાઇના પત્ની સામે બી.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેમણે આરોપીની શેરીમાં બાઇક રાખ્યું હોય એ મુદે આરોપીઓએ બોલાચાલી કરીને ફરિયાદી પર છરી અને ધોકાથી હુમલો કર્યો હતો.

- text

જ્યારે બીજા મારામારીના બનાવમાં મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા યુનુસભાઈ ઇસ્માઇલભાઈ જુણેજાએ આરીફ હુસેનભાઈ તથા આરોફનો ભત્રીજો મકસુંદ સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના મોટાભાઈની દીકરી અફસાનાબેનના લગ્ન અરોપી આરીફ હુસેનભાઈ સાથે થયા હતા.પરંતુ તેમની ભત્રીજી બે વર્ષથી રિસમાંણે બેઠી હોય આ બાબતે તેઓ આરોપીઓને ત્રાજપર ચાર રસ્તા પાસે સમજાવવા ગયા હતા.તે સમયે બોલાચાલી થતા ઉશેકરાયેલા આરોપીઓએ તેમના તથા હનીફભાઈ પર તલવાર તથા ધોકાથી હુમલો કર્યો હતો.બી ડિવિઝન પોલીસે બન્ને મારામારીના બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text