વાંકાનેર : મિત્રને ધમકી કેમ આપી તેમ કહી ત્રણ શખ્સોએ યુવાનને પાઇપ ફટકાર્યા

- text


વાંકાનેર : વાંકાનેરમાં મિત્રને ધમકી આપવા મામલે ત્રણ શખ્સોએ રીક્ષા ચાલક યુવાનને પાઇપ અને ધોકાથી ફટકારીને માર માર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ વાંકાનેરના વીસીપરાના વતની અને હાલ પીપળીયા ગામે રહેતા અને રીક્ષા ડ્રાઇવિગનો ધંધો કરતા શૈલેષભાઇ ભરતભાઈ સારલાએ વાંકાનેરના વીસીપરામાં રહેતા રાજ ઉર્ફે કાળો રણજીત પઢીયાર, પૃથ્વી રણજીત પઢીયાર અને રણજીત પઢીયાર સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપીએ તેને ગઈકાલે વાંકાનેરના વીસીપરા વિસ્તાર નજીક બોલાવ્યો હતો.ફરિયાદી ત્યાં ગયા બાદ આરોપીએ તેને મારા મિત્ર ચિરાગને કેમ ધમકી આપે છે તેમ કહી ત્રણેય આરોપીઓએ ફરિયાદી યુવાનને ધોકા તથા લોખડના પાઇપથી માર માર્યો હતો.ત્યાર બાદ તેણે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text